________________
આકારની સ્થાપના નિક્ષેપાની મહત્તા.
આકાર ન ઓળખીએ તો અંધ માણસ શબ્દના અનુમાનથી મનુષ્યને ઓળખે છે. શું દેખી ઓળખે છે ? મોંઢાનો આકાર ઓળખી નાનું બચ્ચું પોતાની માને ઓળખે છે. બાળકો આકારને લીધે માતા પિતાને ઓળખે છે. આકાર ન માનનારને જીભ સીવી લેવી પડે. ચીજ ઓળખે ત્યારે કહે ને ? જે આકૃતિ તે દ્વારા તેની ઓળખાણ થાય છે. સ્થાપનાની અમાન્યતા તો ગમા૨થી પણ થઈ શકે તેમ નથી. આકાર ન માનનારા ખુદ વસ્તુમાં રહેલો આકાર ન માને - તે વ્યવહાર જ નહીં કરી શકે. ભિન્ન આકાર માનવો નથી. જ્યારે ભિન્ન આકાર નથી મ:નવો ત્યારે એમ કહી શકીએ કે ઘડાને ઘડો શાથી કહી શકે ? માટી પણાને લીધે કે લાલ રંગથી કે અગ્નિમાં પાક્યાથી કહે છે ? તે તો ઠીબમાં, ગોળામાં બધામાં માટીપણું લાલપણું બધું છે. તો તેનું નામ ઘડો કેમ નહીં? ઘડો નામ પડ્યું તે ઘટના આકારને અંગે, નહીં કે માટીપણા કે લાલપણાને અંગે. આ આકાર પછી એ આકાર માટીમાં, તાંબામાં, લોઢામાં, રૂપામાં કે સોનામાં હોય તો તે પણ ઘડો. લાલત્વ, પૃથ્વીત્વ કે પાચકતા ને અંગે ઘડો ન કહેવાય. માટીપણાને અંગે કે લાલપણાને અંગે ઘડો નથી પણ કેવળ આકારને અંગે ઘડો છે. આ આકારને અંગે ઘડો હોવાથી એકલો આકાર હોય ત્યાં ઘડો કહીએ છીએ. તેથી એકલો ભીંત ઉપર આકાર માત્ર કર્યો હોય તો પણ ઘડો કહીએ છીએ. માત્ર લીલો રંગ હોય કે લાલ રંગ હોય તેને ઘડો નહીં કહીએ. આકારને અંગે નામ નિરૂપણ થયું હોવાથી જ્યાં એકલો આકાર હોય ત્યાં નામ ચાલ્યું જાય. એકલા આકારમાં પણ પદાર્થની પ્રતીતિ થાય છે. માટે દરેક પદાર્થ આકારમય છે. દ્રવ્ય નિક્ષેપામાં આગળની પાછળની અવસ્થા માનવી પડે છે. પેલાઓને જિનેશ્વરને અંગે દ્રવ્ય નિક્ષેપો કેમ નથી માનવો ? જો તે માને તો જન્માભિષેકની પૂજા ગળે વળગે એમ છે, માટે નથી માનવો. પરંતુ કાળ કર્યા પછી પોતાનો દ્રવ્ય નિક્ષેપો મનાવવો છે.
દ્રવ્ય નિક્ષેપાના વિરોધક મડદાના પૂજારી.
દીક્ષા લેનારાને વાયણે ચઢાવે છે તે શું ધારી ? ભક્તિ શું ધારી ને કરે છે ? ભાગ્યશાળી દીક્ષા લેવાનો છે તે ધારી. ભવિષ્યમાં દીક્ષા લેશે તેની ભક્તિ પોતાને કરાવવી છે, વાયણા કરાવવા છે, વરઘોડા કઢાવવા છે. તેમાં આરંભ નડતો નથી. તેમાં દ્રવ્ય નિક્ષેપો નડતો નથી. ભૂંસવી છે માત્ર ભગવાનની ભક્તિ. ને મારી ભક્તિને રાખવી છે. પંડની ભક્તિ કરાવવામાં દ્રવ્ય નિક્ષેપો કામનો છે. તેમના સાધુ કાળકરી જાય તો શું કરે છે ? આડંબર કરે છે. અહીં પૂછે છે કે પ્રતિમા જીવ કે અજીવ ? તેના ગુણઠાણાં કેટલા ? તેમ પૂછે છે. તેને પૂછો કે મડદું તારા સાધુનું છે તો તેમાં ગુણઠાણા કેટલા ? તેની આગળ કેમ નાચો છો ? ગંધાતા મડદા આટકોમાં