________________
નથી. આત્મા કશાથી બનાવાવાળો હોત તો તન્મય કહેવાય. અનુપાલનવારણાત્ જીવ નિત્ય છે. કારણ: એનું ઉપાદાન કારણ કોઈ નથી. જે જે ચીજો નાશ પામે તેની આગળ તેના અવશેષો હોય. આત્માના અવશેષો નથી, અને આત્માના કારણો નથી. તો આત્મા ઉત્પન્ન થાય, નાશ પામે એ કહી શકાય નહીં. તેથી આત્મા નિત્ય છે. તેથી શ્રી તત્ત્વાર્થભાષ્યકાર મહારાજા ત્રીજા નિક્ષેપાની શૂન્યતા જણાવે છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રકારે સત્ય તેમાં પણ જણાવ્યું છે કે જે પદાર્થ વિશે જેટલી પોતાને સમજણ હોય તે પદાર્થના તેટલા નિક્ષેપો કરવા, બધા નિક્ષેપો કરવા, પણ જ્યાં વધારે જ્ઞાન ન હોય ત્યાં ચાર નિપા તો જરૂર કરવા.
ચાર નિક્ષેપથી પદાર્થનું સ્વરૂપ જાણવું.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ- આ ચાર નિપા છે. તે દરેક પદાર્થ માટે કરણીય છે. તેથી જૈન શાસ્ત્રકાર મહારાજા દરેક પદાર્થને ચતુષ્કમયરૂપ નામાદિ ચારમય માને છે. જગતમાં એક પણ એવો પદાર્થ નથી કે જેમાં આ ચતુષ્ક ન હોય. જેમ કે ; દાભડી લઈએ, આમાં ચતુષ્ક ઘટાડીએ. આનું નામ દાભડી તે “નામથી “દાભડી', આવો એનો આકાર એ “સ્થાપના' થી એટલે કે આકારથી દાભડી, ફલાણા પદાર્થથી આ દાભડી બની છે જે પદાર્થથી બની તે પદાર્થ દ્રવ્યથી દાભડી અને ત્યારે વસ્તુ ભરવા લાયક આ દાભડી તે ભાવ દાબડી. તેમ કોઈપણ ચીજ લ્યો તે ચારવાળી તો હોય જ. ચાર નિક્ષેપા વગરનો એક પણ પદાર્થ નથી. બીજું ઉદાહરણ લ્યો- મનુષ્ય દેવદત્ત. દેવદત્ત એવું નામ છે તે નામ નિક્ષેપો આકાર છે. તેના શરીરના પુદ્ગલો તે સ્થાપના નિક્ષેપો. ખોરાક રૂપે હતો તે દ્રવ્ય નિક્ષેપો અને ભાવ રૂપે દેવદત્ત ખુદ જીવી રહ્યા છે તે. આવી રીતે જગતમાં ચાર સિવાયની વસ્તુ જ નથી. જે કંઈ વસ્તુ લઈએ તે બધી ચારમય છે.
નામ માને, ભાવ માને ને સ્થાપનાને અને દ્રવ્યને ન માને. તેઓને પોતાને પોતાનું મુખ દેખવું વાજબી નથી. મોએ આકૃતિ છે. સ્થાપના છે. દેખે છે શું? કહે તારું મુખ કોઈના સામું તે જોવા લાયક નથી. શું જુવે છે? મૌનો આકાર. અરીસામાં તું શું જુએ છે? આકૃતિ. આકૃતિ સિવાયની ચીજ નથી. પાટ, પાટીયું, બારણું, જાળી બધામાં આકાર જ જોવાય છે. બારી જાળી વગેરે આકાર ઉપરથી ઓળખો છો. ત્યારે મનુષ્ય દેખવો ત્યારે આકાર ન દેખવો. એ કેવું? ચિત્રામણમાં આકારથી ન ઓળખવું એ કેવું ? તમે ભોળાભાઈને શાથી ભોળાભાઈ કહો છો ?-ભોળાભાઈના મુખના આકારથી જ ભોળાભાઈ કહો છો ને? હા; કહેવું જ પડે.