________________
તાબેદાર નથી. તેમ અનંત જ્ઞાનમાંથી જે જ્ઞાન સંપેતરામાં આવ્યું તે પોતાનું નથી. એ તો જે લાવ્યા તે આપે છે.
શાસ્ત્રની મહત્તા : (દૃષ્ટાંત)
શાસ્ત્રકાર આચાર્ય મહારાજ ‘ગણધર મહારાજ’ આમ કહે છે, ‘હું કહું છું' એમ કહેવાય નહીં. આગમને કોણ માને ? એમ કહેનારા શેઠ સિપાઈ જેવો દાખલો છે.
પટ્ટો બાજુ પર મૂકીને સીપાઈ શેઠને કહે છે ઃ ‘રાજા બોલાવે છે. ચલો ચલો, કેમ ઢીલ કરો છો ? શેઠ તેને ઠોકાવ્યો. સીપાઈએ રાજાને કહ્યું : સાહેબ ! મને શેઠે માર્યો. મારે જ કેમ ? હા માર્યો છે. રાજાએ શેઠને કહ્યું ઃ મારા માણસને મારો તે ઠીક નહીં ? શેઠે કહ્યું : આપના માણસને હું મારું તે શું તમને ખાત્રી છે ? પૂછો તે વખતે આપનો માણસ હતો? શેઠે ખૂલાસો કર્યો : પટ્ટો કોરાણે મૂકી વાત કરતો હતો. સીપાઇએ કબૂલ કર્યું. પછી માર ખાય તેમાં નવાઈ શું ? તેમ માને છે કે મારા પટ્ટાને માને છે ? જૈન કહેવડાવવાનો હક જૈન શાસ્ત્રથી કહેવાય છે. જિનેશ્વર દેવને કે તેમના શાસ્ત્રન ન માને ને જૈન કહેવડાવે તે લુચ્ચો કહેવાય, ઇમાનદાર નહીં. ન માનવું હોય તો જૈન નથી એમ કહી ઘો.
શાસન પ્રત્યેની વફાદારી.
જિનેશ્વરના શાસ્ત્રો માનવા નથી ને ‘જૈન’ કહેવડાવવું છે. પટ્ટા વગર હુકમ ચલાવવો છે. રાજ્યને અંગે વફાદાર ન રહેનાર અમુકની અમે રૈયત છીએ-એમ કહેવાને હકદાર નથી. તેમ જિનેશ્વરને અને તેના શાસ્ત્રને ન માને તેને જૈન કહેવડાવવાનો હક નથી. જૈનમાંથી કાઢી મેલવા માટે આ વચન નથી, પણ તમે જૈનપણું કહેવડાવવા માટે જૈન શાસન તરફ વફાદાર થાવ – તે માટે આ વાક્ય છે. વરો નો તો કરવો એમ કહેવાનો અર્થ એ કે આ ખામી છે તે દૂર કરવાની. એ વાક્યનો મતલબ કંજુસાઈ ન ક૨વામાં છે. અહીં જૈન શાસનને વફાદાર ન રહેવું હોય તો જૈન ન કહેવરાવવું – એનો અર્થ જૈનપણામાંથી કાઢવા માટે કહેતો નથી, પણ વફાદાર બનો તેટલા મતલબથી કહું છું. ચાલો એ વાત દૂર રાખો.
આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ જે ઉપદેશ આપે છે, તે જિનેશ્વરે મોકલેલો છે, પોતાનો નહીં. જે પોતાના આત્માને ઓળખે તે બીજાના આત્માની ઉપાધી જાણે, તેવા આત્માને જૈન શાસન પરમેશ્વર અને ઉપગારી માને છે. આત્માના ઉધ્ધાર કરનાર હોવાથી તેમને જિનેશ્વર દેવ માનીએ છીએ. તેમણે સાધન બતાવ્યું. મતું કરવા ખડિયો લાવી દીધો, કલમ આપી. પણ સહી કરવી તો પોતાને જ. બીજો મતું ન મારે. તમે જિનેશ્વરે આત્મ કલ્યાણના સાધનો બધા મેળવી આપ્યા. પણ મતુ મારવું તે મૂળ ધણીનું કામ છે. જિનેશ્વર મહારાજે સાધનો મેળવી આપ્યા એમ આપણે અહીં આત્માને ઓળખતા ન હતા. આત્મા કાપવા માટ
'': ૬