________________
'વ્યાખ્યાન - ૧ ફેં
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
શા-4 વારે મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓનાં ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્યથી સર્વ આસ્તિકો પોતાના ધર્મના પ્રવર્તકને દેવ માને છે. જ્યારે જૈનો પ્રદર્શકને દેવ માને છે. જૈન ધર્મ દેવને માનવાનું શાથી કહે છે? અધર્મને કે ધર્મને બનાવનાર તરીકે પરમેશ્વરને માનતા નથી. એટલું જ નહીં પણ પૃથ્વી-પાણી-પહાડ તૈયાર કર્યા હોય તેથી દેવ માનવાનું કહેતા નથી. પણ પોતાના આત્માને નિર્મળ કરી શક્યા છે. કૈવલ્ય પામી શક્યા છે. સર્વજ્ઞ વીતરાગ થઈ શક્યા છે. તેને જ દેવ માને છે. તેથી ૧૮ દોષરહિતને દેવ તરીકે માને છે. ખરી રીતે દેવને અઢાર દોષ રહિત બોલીએ છીએ. પણ ૧૮ દોષ રહિત તે જ તીર્થકર એમ નથી. તો શું કોઈ તીર્થંકર દોષ સહિત છે? ના; એકે દૂષણ ન હોય તે ચોક્કસ. છતાં ૧૮ દોષ રહિત હોય તે દેવ કહેવાય તેમ નહીં. સર્વ કેવળીઓ ૧૮ દૂષણ રહિત છે. શું તે બધાને દેવ ન મનાય ? તો કેવળી માત્ર દેવ તે દેવ થઈ જાય તો અડચણ શી? કહો તીર્થકરો ચોવીસ જ. નહીં તો અવસર્પિણીમાં અસંખ્યાત દેવ માનવા પડે. પછી ચોવીસ ઉપર ધોરણ ન રહે. ગુણની અપેક્ષાએ જેટલાં ગુણ સામાન્ય કેવળીમાં તેટલાં ગુણ તીર્થકરમાં હોય તો ફરક શો? તીર્થકરને વધારે માનવાનું કારણ શું? જેવું કેવળજ્ઞાનાદિ તીર્થકરમાં તેવું સામાન્ય કેવળીને છે. કેવળજ્ઞાનમાં પ્રકાર નથી માન્યા. અમુક નંબરનું કેવળજ્ઞાન તીર્થકરને ને અમુક નંબરનું કેવળજ્ઞાન સામાન્ય કેવળીને હોય તેવા પ્રકાર કેવળજ્ઞાનમાં નથી.
કેવળજ્ઞાનમાં જો પ્રકાર ન હોય તો બે પ્રકારનું કેવળજ્ઞાન : (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિધ્ધસ્થ કેવળજ્ઞાન. (૧) સયોગી કેવળજ્ઞાન અને (૨) અયોગી કેવળજ્ઞાન. સયોગીમાં પણ (૧) ચરમ સમય કેવળજ્ઞાન અને (૨) અચરમ સમય કેવળજ્ઞાન. અયોગીમાં પણ (૧) પ્રથમ સમય કેવળજ્ઞાન ને (૨) ચરમ સમય કેવળજ્ઞાન. અનંતરસિધ્ધ, પરંપરસિધ્ધ વગેરે કેવળજ્ઞાન યાવત અંત સમય સિધ્ધ કેવળજ્ઞાન. આટલા બધા ભેદો છે ને તમો ભેદોની ના કહો છો?
અષ્ટકરણ
(
૯૯
)