________________
'વ્યાખ્યાન - ૧૫
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
ર્મબંધની ભીષણતા.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અષ્ટકજી પ્રકરણને રચતા થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્યથી આદ્ય પ્રવર્તકો દેવ તરીકે ગણાયા. જૈનો એટલે સમ્યગ્દર્શનવાળા મનુષ્યો બાહ્ય પદાર્થની પ્રાપ્તિને જ જાળરૂપ ગણે, એને તો કર્મનું નાટક સમજે. આ જીવ કર્મના નાટકમાં દાખલ થાય. એ નાટકને પોષીને ચલાવે. નાટકની વૃધ્ધિ કરે. આમાં કેવળ બાહ્ય પદાર્થો જ છે. કર્મના નાટકને ટકવાનું સ્થાન બાહ્ય પદાર્થ સિવાય કંઈ પણ નથી. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે જીવો કર્મને બાંધે, નિધત્ત કરે, નિઃશેષ કરે - આ બધું શાથી કરે છે?
શરીર ઉપધિ વસ્તુ આવા પદાર્થોથી જીવ કર્મને બાંધે છે. કલ્પના ખાતર વિચારીએ કે જડ પદાર્થ છે નહીં તો જીવને કર્મબંધનું કારણ કશું નથી. શરીર, ઉપધિ સાધન ન હોય તો જીવને કર્મ બાંધવાનું કારણ કોઈ નથી. સમજુ ધર્મિષ્ઠ જીવ બાહ્ય પદાર્થને કર્મનું થીએટર ગણે. કર્મના થીયેટરને જે પોષણ કરે તેને ઉપગારી શી રીતે માને? કલ્લી કાઢી લઈ બરફી આપે. તેમાં ઉપગાર માને તો તે બાળક કે અજ્ઞાન જ છે. સમજુ મનુષ્ય કોઈ દિવસ કલ્લી કાઢી લઈ આપેલી બરફીમાં ઉપગારીપણું ગણે નહીં. તમને દુનિયાદારીના પદાર્થો તરફ મન લાગેલું છે. તેથી આત્માની સ્થિતિની દરકાર નથી. આત્મા કેમ કર્મથી બંધાઈ રહ્યો છે? કર્મ કેવી રીતે ભોગવી રહ્યો છે? તે ખ્યાલ આવતો નથી. ખ્યાલમાં માત્ર : ધન - ધાન્ય શરીરના વિષયો તેના સાધનમાં હાનિ થાય તો છાતીએ બળે છે. અંદરની હાનિ જાણે નડતી જ નથી. બાહ્ય પદાર્થની વૃદ્ધિ થાય એટલે ખુશ થવાય. પછી આપણને તે જ્ઞાનીઓ બાળક ન કહે તો કેવો કહે? કલ્લી જાય છતાં કૂદે છે. કલ્લી જાય ને બરફી મળે તેમાં કૂદંકૂદ. તેમાં બાળકપણું ગણીએ છીએ તો બાહ્યપદાર્થમાં રાચતો આમા સમયે સમયે અનંતા જ્ઞાનભોગોને આવરે છે. તો કહો બાહ્ય પદાર્થમાં રાચે છે તે અને બાળક આ બેમાં તફાવત શો? કલ્લી બહારની ચીજ. બરફી બહારની ચીજ-છતાં આવો તફાવત- તો અંદરનું જાય અને બહારનું આવે. તેમાં કેટલો વધારે મૂર્ખા ગણાય? પૌલિક પદાર્થો મળે. વિષયોના અષ્ટાકરાણી ,
ક, ૯૩