________________
'વ્યાપ્યાd - ૧૪
दव्यतो भावतश्चेतिप्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
જૈનોના દેવનું સ્વરૂપ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં દેવાષ્ટકમાં જણાવ્યા પ્રમાણે પોત પોતાના મત પ્રવર્તાવનારને સહુ ધર્મી દેવ માને છે. ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા તે માન્યતા રાખવાનું જણાવતા નથી. જિનેશ્વરને માનવાને તૈયાર થયેલો મનુષ્ય પહાડ, પૃથ્વી, હવા એમણે દીધી એવા નામે ભગવાનને માનવા તૈયાર હોતો નથી. જૈન મતવાળા જિનેશ્વરને કયા રૂપે દેવ માને છે ? તે જણાવતા કહ્યું કે જેનો એ જિનેશ્વરને જે માને છે તે આત્મા ઓળખાવનારને અંગે માને છે. જિનેશ્વરે આત્માને ઓળખાવ્યો છે, તેનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું છે, તે કેમ અવરાયું? કેમ અવરાય છે? કેમ અવરાએલું ખૂલ્લું કરાય? અને હંમેશા કેમ ખૂલ્લું રહી શકે ? આ બતાવનારને અંગે જૈનો જિનેશ્વરને દેવ માને છે.
વાસ્તિક રીતિએ પરમેશ્વરની માન્યતા કઈ? પહાડાદિક આપ્યા તેથી કે આત્માને ઓળખાવ્યો તેથી? બેમાં સાચી માન્યતા કઈ?
આત્માઅનાદિ છે. સિધ્ધિ તરીકે પૂર્વરૂપ-ઉત્તરરૂપ તપાસો.
આત્મા હંમેશનો છે. આત્માની અનાદિમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જગતમાં જે ચીજ બને તેમાં બે રૂપ હોય છે, પૂર્વરૂપ અને ઉત્તરરૂપ. આ બે વગરની ચીજ જગમાં બનતી નથી. કપડું બન્યું, ઘડો બન્યો. પૂર્વરૂપ માટી ને ઉત્તરરૂપ ઠીકરા છે, તે ઘડ બનેલો છે એમ કહી શકીએ. તેમ આત્મા ચીજ બનવાવાળી હોય તો પૂર્વ અને ઉત્તરરૂપ આત્માનું હોવું જોઈએ. ઘડાનું પૂર્વરૂપ માટી ને ઉત્તરરૂપ ઠીકરા - તેમ આત્મા પણ ઘડાની માફક બનવાવાળી ચીજ હોય તો તેનું પૂર્વ અને ઉત્તર સ્વરૂપ હોવું જોઈએ. આ કારણથી જ શ્રી દશવૈકાલિક ભાષ્યકાર મહારાજે જણાવ્યું કે કપડું સૂત્રમય, ઘડો માટીમય ને ઘરેણું સોના-ચાંદીમય છે તે જે જે વસ્તુથી તે તે બને છે તે તન્મય કહેવાય. એમ આ આત્મા કોઇથી બનેલો હોય તો તે અમુકમય હોવો જોઈએ, પણ તે અમુકથી બનવાવાળો