________________
નથી? પણ જવાબ આપે છે : હે ગૌતમ ! પ્રદેશ કર્મ ભોગવવું પડે, અનુભાગ કર્મ ન પણ ભોગવવું પડે. તે શંકામાં સમાધાન આપ્યું કે ભોગવવું પણ પડે, ને ન પણ ભોગવાય. આથી આમ જવાબ આપ્યો. શ્રી ગૌતમસ્વામીજીએ જેવો પ્રશ્ન કર્યો કે તરત મહાવીરદેવે બેસાડી દેવા હતા કે મેં કહેલામાં શંકા કરવાની નહીં. એમ કહી શક્તા હતા. વળી તારા જેવો શંકા કરે તો તારા જેવાને પણ મારા પર શ્રદ્ધા નથી? એમ પણ કહી શકતા હતા. પણ હેતુ યુક્તિના બારણા અહીં બંધ કરવાના નથી. ઉલટું શંકાનું સમાધાન કરી પદાર્થ સમજાવવાનો છે. આ વાત સાંભળ્યા પછી શું શ્રધ્ધા જેવી ચીજ જૈનોમાં નહીં કે બુધ્ધિમાં ન ઉતરે તે ચીજ ન માનવી ? શ્રધ્ધા જેવી ચીજ ક્યાં રહેવાની ?
શ્રધ્ધા ક્યાં રાખવાની ?
લગીર આગળ ચાલ. જ્યાં બુદ્ધિના બારણા ખૂલી ન શકે ત્યાં શું કરવું? સિધ્ધ મહારાજ શરીર વગરના છે. હંમેશા કેવળજ્ઞાન-દર્શનવાલા છે. કર્મનો છાંટો નથી. સાદી અનંત ભાગે રહેલા છે. એવી વાતોમાં બુદ્ધિના બારણાં ન ખૂલે તેથી શું વસ્તુ ન માનવી? તે જૈનોને ઈષ્ટ નથી. બુદ્ધિના બારણાં ન ખૂલી શકે ત્યાં શ્રદ્ધાની જરૂર છે. જે શ્રદ્ધાની વાતોમાં બુદ્ધિના બારણા ખુલે તેટલા ખોલો. જે વક્તા પોતાની બુદ્ધિના બારણા ખોલે નહીં ને બીજાની બુદ્ધિના બારણાં ખોલાવે નહીં, એટલે કે શાસ્ત્રથી અર્થ પ્રતિપાદન કર્યા છતાં ત્યાં બુદ્ધિના બારણા ખોલે નહીં, ને બીજા પાસે બોલાવે નહીં, તે શાસ્ત્રનું વ્યાખ્યાન કરે તો પણ જૈન શાસ્ત્રનું વ્યાખ્યાન નથી. એટલું જ નહીં, પણ ડૂબી મરનારો છે. શાસ્ત્રની વાત કહેવા છતાં ડૂબી મરવાની વાત કહીએ છીએ તે સૂત્ર સંમતમાં ડૂબી મરવાનું ક્યારે ? બુદ્ધિના બારણા પોતે ખોલે નહીં અને શાસ્ત્રના નામે કહે, તો પોતે ડૂબી મરે.
જે પદાર્થ આજ્ઞાથી ગ્રાહ્ય છે તે આજ્ઞાથી કહેવો. હેતુ યુક્તિથી સિદ્ધ થનારો આગમિક અર્થ હેતુ યુક્તિથી કહેવો. નહીંતર કથન વિધિની વિરાધના થાય. પજુસણમાં ગણધરમાં અનુમાન કરવા પડ્યા છે. હું સર્વજ્ઞ છું માટે માન, ન માને તો તારું નસીબ. એમ સીધું કહેવાનું હતું. પાડોશીના ફાયદાની વાત માલુમ પડી, તેને કહ્યું. ન માને તો તારું નસીબ. મહાવીર મહારાજાએ એમ કહેવાની જરૂર હતી. સાચા પદાર્થો નિરૂપણ કરવા. ન માને તો તારું નસીબ. વચમાં મહાવીર મહારાજાએ અનુમાન પ્રમાણો શા માટે નાંખ્યા. આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો તેમાં જે જે દષ્ટાંતથી સાબિત થાય છે તે વક્તાએ દષ્ટાંતથી સાબિત કરવા જોઈએ. તો જ સાચી રીતે શાસ્ત્રની વ્યાખ્યા છે. નહીંતર ખોટી વિરાધના થાય. બીજાઓએ બુદ્ધિના બારણાં બંધ કર્યા છે, પણ જૈનોને ત્યાં એ બારણાં ઉધાડાં છે. હિંસાથી પાપ થવું - એ નવું કર્યું નથી. ત્યારે અનાદિનું કહેવાય. જે જે કાળે જે જે ક્ષેત્રે “અહિંસાથી અષ્ટક પ્રણાલી (૮૬)