________________
ચીજ ઉપર આટલા કાયદા શા ?
અહિંસા પરમો ધર્મ.’
જૈન શાસ્ત્રકારો જગતના જીવોના બચાવ રક્ષણ માટે જરૂરી હાજતવાળી ચીજ ઉપર પણ અંકુશ મૂકવા તૈયાર છે. ત્રસ કે સ્થાવર જીવ સાધુના નિમિત્તે હણાવો ન જોઈએ. હાજતવાળી ચીજ ઉપર કાબૂ રાખવો પાલવશે પણ બીજા જીવોની વિરાધના થાય તે અમને પાલવતું નથી. જૈન શાસ્ત્રનો આ સિધ્ધાંત છે. બીજા જીવોનો નાશ જૈન શાસનને પાલવતો નથી.
અહીં આટલા કાયદા છે પણ બારે ભાગોળ મોકળી છે. હિંસામાં પાપ, અહિંસામાં ધર્મ માનવું છે. ગુનેગાર નક્કી થયો છે, કબૂલ કર્યું. પણ પોતે બેગુનેગાર જાહેર કરે છે. જગતની સ્થિતિ ખાતર બેગુનેગાર બોલવા પડે છે. અહિંસાધર્મ હિંસાનું પાપ એમને માટે માંકડા વિદ્યા છે. રાજાને ત્યાં મદારી આવ્યો. બે માંકડા આપ્યા. બે બાજું દીવી લઈ ઊભા રહે છે. લોકોને આશ્ચર્ય લાગે છે. રાજાને થયું ઃ આ ઠીક છે. પગાર દેવો નહીં. હાજત નહીં, દુનિયાદારીની હાજત નથી. તેમ પગારની પંચાત નથી. હાજતની હડફેટમાં માંકડાને ઘરેણાં કરાવ્યા. લોકોને તમાસાનો પાર ન રહે. દીવાનને કહે છે : વૈસા હૈ ? રાજાને કહેવાનો અર્થ શો કે માણસોમાં આમ ફરિયાદ આવતી હતી ? આમાં વાંધો છે છતાં - ‘નાનવર હૈ’ દીવાને કહ્યું. મનુષ્યને હાજત હોય ફરિયાદ શી ? આ વાત થઈ. જ્યાં વરસ છ મહિના થયા. બહાર ગામથી વેપારીએ કેરીનો ટોપલો રાજા પાસે મૂક્યો. વાંદરાએ દીવી ફેંકી રાજા ઉપર. ને કેરીઓ ઉપર ઝડપ મારી. રાજા દાઝ્યો, ગાદી બળી ગઈ. આવો જુલમ કર્યો. સાહેવ ખાનવર હૈ. બધું બરોબર કરતો હતો. પણ ખાવાનો પ્રસંગ આવે એટલે ઉઠી જાય. તેમ આ લોકો અહિંસાને ધર્મ, હિંસાને પાપ કહે. પણ ચામડાની ઝૂંપડીમાં આગ લાગે એટલે એમ નહીં પણ માંકડાની વિદ્યા જેવા થાય. અજીગર્ત ઋષિએ ભૂખથી છોકરાને મારી ખાધો. તેમાં પાપ નહીં. ભૂખના ઉપાય તરીકે છોકરાને મારી ખાવાની છૂટ. તેમાં પાપ નહીં. તેમાં હેતુ યુક્તિ નથી.
ધર્મગ્રંથોમાં શ્રદ્ધાથી માન્યતા છે.
મનુસ્મૃતિ આજ્ઞાથી માની લેવા કહે છે, હેતુ યુક્તિ ન લગાડવી. માંસ દારૂ, મૈથુનમાં દોષ નથી. બ્રાહ્મણોએ ‘પ્રોક્ષિતં’ મંત્રથી સંસ્કારવાળું અને ઇચ્છા થાય ત્યારે બ્રાહ્મણને ખાવું. ભૂખ હતી ત્યારે હાજતમાં હતી. બ્રાહ્મણની ઇચ્છાએ માંસ ખાવું તે આજ્ઞાસિધ્ધ. વેદ એક પરમેશ્વરનું પુસ્તક, ઇશ્વરનું વાક્ય છે. વેદનું બીટ જાણે ને બોલે તો વાજબી છે, શ્રધ્ધા
આ