________________
એટલું તો થયું ને? જેમ હાઉ હાઉથી છોકરાને ઓરડામાં જતો રોકી દીધો તેમ ધર્મની અધર્મની ઉત્પત્તિ અનાદિની છે. પણ ઈશ્વરે ધર્મ અધર્મ ઉત્પન્ન કર્યો નથી તેના ભક્તો ધર્મમાં પ્રવૃત્તિ અધર્મમાં નિવૃત્તિ કરનારા તો થયા ને? વાત ખરી. પણ ધ્યાન રાખવું. તદન અણસમજુ હાઉ કહેવાથી ડરી જશે, પણ સમજણમાં આવશે ત્યારે જાણી જોઈને હાલને ઓળખવા ખોળવા જશે. પછી હાઉ કહેનારા પરનો ભરોસો ઉઠી ગયો. એવી રીતે અહીં અણસમજ હોય ત્યાં સુધી ઇશ્વરે ધર્મ કાર્યો માટે કરવો, પણ બુધ્ધિ ખીલે એટલે પ્રવર્તક દેવ પર ભરોસો ઉઠી જશે.
બુદ્ધિ આગળ બારણાઃ પુરાણ આદિના દષ્ટાંતો.
જૈન અને જગતમાં ફરક આ જ છે. જગતે બુદ્ધિ આગળ બારણા દીધા છે. જ્યારે જૈનોએ ખોલી દીધા છે. શી રીતે ? સાંભળો, પછી ન જચે તો કહેજો, બીજાઓએ સિધ્ધાંત કર્યો કે પુરાપો માનવો ધર્મ ન દંતવ્ય હેતુfમ: પુરાણ મનુસ્મૃતિ વૈદક અંગોપાંગ સહિત વેદમાં કહ્યું તે આજ્ઞાસિધ્ધ છે. કહ્યું એટલે માની લેવાનું. તેમાં હેતુ યુક્તિ લગાડવાની નહીં. આ આચાર સિદ્ધાંત કરનારાએ બતાવ્યો છે. તે આજ્ઞાસિધ્ધ માની લેવાના.
અમુક બાઈ છે. તેનો ધણી અંધ છે. વૈશ્યાગામી ધણી છે. બાઈ ખભે લઈ વેશ્યાને ત્યાં મેલવા જાય છે. રસ્તામાં હિતૈષી મલ્યા. આ રસ્તે ક્યાં જાય છે? બાઈએ શ્રાપ દીધો. શ્રાપ લાગી ગયો. ધણીને વેશ્યાને ત્યાં લઈ જાય તેમાં શીખામણ દેનારને શ્રાપ લાગે. શ્રાપ ફળે. તને કોઢ થશે. કોઢ થયો. આવી વાતો પુરાણમાં છે.
રત્નાદેવી સૂર્યનું તેજ સહન નથી કરી શકતી. મારે આવવું નથી. કેમ નથી જતી? તેનું તેજ મારાથી સહન થતું નથી. છોલાવી નાખ. સૂર્ય સુથાર પાસે ગયો. મને છોલી નાંખ. અત્યારે છોલી નાંખવાનું કહે છે, પણ સહન કેમ થશે ? હવે રાજાની સ્થિતિ. પોતાને ગમતું એ કરાવા જાય. ગમતમાંથી અનિષ્ટ પરિણામ આવે. એટલે કરનારાપર અરુચિ થાય. રાજાને અનિષ્ટ પરિણામ સમજાવવામાં મુશ્કેલી આવે. તેમ અહીં સૂર્ય સુથારને છોલવાનું કહે છે. પણ સત્તાધારીઓના આવા વર્તાવો હોય છે. અનિષ્ટ વર્તાવ સાંભળવા કે સહન કરવા તૈયાર હોતા નથી. સુથારે કહ્યું: તમને પીડા થાય એટલે ચીચકારો પડશે એટલું હું બંધ કરીશ. શરાણ પડ્યો. છોલ્યો. તેની છોલના તેજમાંથી મહાદેવે ત્રિશુલ અને વિષ્ણુએ ચક્ર બનાવ્યું. આ વાતને હેતુ યુક્તિમાં શી રીતે લેવી? પુરાણને અંગે હેતુ યુક્તિ ન લગાડવી. તે આજ્ઞાસિધ્ધ છે. એમ મનુસ્મૃતિનો ધર્મ છે. તમે મોટા થયા તો હિન્દુને અંગે ન્યાયનું પુસ્તક હોય તો મનુસ્મૃતિ. એનું અનુકરણ કરનારાએ મનુસ્મૃતિના મૂળ શ્લોકો પણ વાંચ્યા નથી. ક્યારે તે દેખ્યું કે એને ન્યાયનું પુસ્તક કહ્યું? મીયાને ચાંદે ચાંદ કરો છો, આકરણ
૨ )