________________
'વ્યાખ્યાન - ૧8
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
સર્વ કાળચક્રમાં હિંસાથી પાપ એ મત છે.
શાસકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં પ્રથમ દેવ વગેરેનું સ્વરૂપ બતાવી ગયા. તેમાં જૈનોએ જે દેવ માનેલા છે તે કઈ અપેક્ષાએ માનેલા છે? દરેક મતવાળા પોતાના દેવને આદ્યપ્રવર્તક તરીકે માને છે. તેજ રીતીએ જૈનો પણ માને છે. બીજાઓ ધર્મની અને જગતની આદિ માનનારા છે. તેથી તેમને તે દેવ માનવા લાયક ઠરે. પણ જૈનો ધર્મ અધર્મ જગતની આદિ માનતા નથી ત્યારે તે પ્રવર્તક થઈ શકે નહીં તો પછી તેને દેવ તરીકે કેમ માનવા તે વિચારવાનું છે. સમજદારી સમજી શકે છે કે બીજા બનાવનાર તરીકે પ્રવર્તક થઈ શકે છે. જૈનો એમ માનતા નથી. કોઈ એવો વખત ન હતો જેમાં હિંસાદિથી પાપ લાગતું ન હતું. વગર હિંસાએ પાપ લાગી જતું તેવો કોઈ વખત ન હતો. કહો જે કોઈ પણ વખત લઈએ આખો કરોડો સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી કે કાળચક્ર પહેલાનો વખત લ્યો. જે હિંસાદિક કરવાથી પાપ લાગતું ન હતું એવો કોઈપણ કાળ ન હતો. સર્વકાળમાં હિંસાદિક કરવાથી પાપ લાગતું જ હતું. આ વાત નક્કી હતી. જ્યારે એ વાત નક્કી હોય તો હિંસાદિકની નિવૃત્તિને ધર્મ કહેનાર વ્યક્તિ નવું શું કહે છે? જેઓના મતે હિંસાદિક કર્યા વગર પણ પાપ લાગી જાય તેમને તે બંધ કરવું પડે – એવું હતું જ નહીં. તો ધર્મ અધર્મ કરનારે કર્યું શું?
છોકરાની રમતમાં છોકરાને હાઉ હાઉ કરી ડરાવીએ તો હાઉ પદાર્થ કાંઈ છે નહીં. માત્ર ડરાવવા માટે છે. એમ અહીં શું એક દુનિયાને ફસાવવા માટે કે કહેવા માટે ધર્મઅધર્મની ઉત્પત્તિ એમ કરી? પણ પદાર્થ વિચારીએ. એટલે ધર્મની અધર્મની ઉત્પત્તિ કરી એટલે શું? હિંસાદિક રોકવાથી પાપનું રોકાવું એ હંમેશ માટે અવિચલ સ્વભાવ તરીકે ચીજ છે જ. તેથી એની ઉત્પત્તિ હોઈ શકે નહીં. જેનો સ્વભાવ વિચલિત નથી તેની ઉત્પત્તિ શી? જૈનો ધર્મને બનાવનાર તરીકે જિનેશ્વરને પ્રવર્તક માનતા નથી. બીજાઓ કહે છે : ભલે ઈશ્વરે ધર્મ અધર્મની ઉત્પત્તિ ન કરી હોય પણ લોકો ધર્મમાં જોડાય, અધર્મથી રોકાય