________________
'વ્યાખ્યાલ - જ
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
શું ઇશ્વરે ધર્મ બનાવ્યા પહેલા પાપ નહોતું લાગતું?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા અષ્ટકજી નામના પ્રકરણને રચતાં થકાં આગળ દેવગુરુનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્ય રીતે સર્વમતવાળા પોત પોતાના આદ્યપુરૂષને દેવ માને છે. તેમ અહીં આદ્ય દેવ તરીકે જે પુરૂષ માનવાના છે એમાં વિશિષ્ટતા છે. બીજા મતમાં આદ્ય પુરૂષને દેવ માન્યા તે ઉત્પાદક તરીકે દેવ માન્યા છે. આપણે જૈનોએ તીર્થકરોને ધર્મના ઉત્પાદક તરીકે માન્યા નથી, પણ પ્રદર્શક તરીકે માન્યા છે. એટલે કે ધર્મને દેખાડનાર તરીકે માન્યા છે, નહિ કે બનાવનાર. દેખાડનાર અને બનાવનારમાં ફરક શો ? બનાવનારે માનવું પડે કે પહેલાં ધર્મ હતો જ નહિ. જ્યારે બતાવનારને ધર્મ અધર્મ અનાદિથી સિધ્ધ છે. ધર્મ બનાવ્યો છે તેમને પહેલાં આ વાત માનવી પડે છે કે ઈશ્વરે ધર્મ બનાવ્યો ન હતો ત્યાં સુધી પાપ કરે તો કર્મ લાગતું ન હતું. જયારથી એમણે ધર્મ નિયમ-કાયદો બનાવ્યો ત્યારથી હિંસા કરનારને પાપ લાગવા માંડ્યું. ખરી રીતે તેમ છે જ નહિ. ધર્મ ન બનાવ્યો હતો ત્યાં સુધી ૧૦૦ નો નાશ અને એકનો બચાવ. ધર્મ કરનારા થોડાને ધર્મ ન કરનારા ઘણા ઉત્પન્ન કરનારે ૧૦૦ને ગરદન માર્યા, થોડાને બચાવ્યા. આપણી માન્યતા એ છે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે હિંસા એ પાપનું કારણ છે. હિંસાથી બચવું એ પાપથી બચવાનું છે. તીર્થંકરે બનાવ્યું નથી, પણ બતાવ્યું છે.
થર્મોમીટરનું કામ શું?
ચૌદ રાજલોકમાં હિંસાદિથી ચાહે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ હિંસાથી બચનારો પાપથી બચે છે એ તો હતું જ. અનાદિકાળથી એ ચાલ્યું જ આવે છે. વાત ખરી. શરીરમાં તાવ આવ્યો, થરમોમીટર લગાડ્યું, તાવ હશે તો પોઇંટ ચડશે, ન હોય તો પારો ચડતો નથી. હશે તો આવશે, નહિ હોય તો નહિ આવે. થરમોમીટર કંઈ જ કરવાનું નથી. થરમોમીટર માત્ર તાવનું માપ લાવી આપે છે. પથ્ય કુપથ્યથી નિવારણ નથી કરતું. થરમામીટર શીખવતું નથી કે આ દવા લ્યો. થરમોમીટર તાવ લાવતો નથી, હઠાવતો અષ્ટક પારણા છેતો
છે ૨૧)
-
2
HEAR