________________
'વ્યાખ્યાd - ૧૦
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
આતિની માન્યતા, ધર્મ અનાદિનો
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ જણાવી ગયા કે આગળ દેવ વગેરેના સ્વરૂપને જાણનાર જે અષ્ટક તેમાં સર્વ આસ્તિકો જે દેવ માનનારા છે તે અને તેમાં જૈનો જે દેવને માને છે તેમાં ફરક છે. અન્ય મતવાળા દેવને આદ્ય કર્તા તરીકે માને છે તે માટે જગતની આદિ રાખવી પડે છે. ધર્મની આદિ માટે દેવને ઉપગારી માને છે તો જગતની આદિ તેમને માનવી પડે છે. જ્યારે જૈન ધર્મને અંગે જિનેશ્વરને દેવ માનવામાં આવે તે પ્રવર્તક તરીકે નહીં, પણ પ્રદર્શક તરીકે. અહીં જૈનોને જે હક છે કે ધર્મ અનાદિ છે. પ્રદર્શક ન બને તેઓએ ધર્મનું અનાદિપણું કહેવું પાલવે નહીં. જે ધર્મના પ્રદર્શક બને, બનાવનાર નહીં પણ બતાવનાર બને. ધર્મને બતાવનાર બને તો ધર્મ અનાદિનો માની શકાય, પણ “ત' ની જગો પર “ન' કરી નાખે એટલે બતાવનારની જગો પર બનાવનાર બને તો ધર્મ અનાદિનો ન રહે. બનાવનારને નવો બનાવવો પડે છે અને બતાવનાર ને જે હોય તેની હૈયાતી પહેલાં હતી તેમ જણાવવું પડે છે. હું પણ બતાવનાર બન્યો છું. તે પહેલાં પણ હૈયાતી હતી. બનાવનારને પદાર્થની સિધ્ધિ પહેલાં માનવી પડે છે. બનાવનારને અસિધ્ધિ માનવી પડે છે. પહેલાં ન હતું. બનાવનાર કે બનનારને પહેલાં અસિધ્ધિ માનવી પડે. જો અનાદિ કાળ માનો તો અત્યાર સુધી ન બન્યું અને અત્યારે બન્યું તેનું કારણ? જે દેવો ગુણે કરી પૂજાવવા તૈયાર નથી. જે ગુણના ઉપદેશથી પૂજાવા માનવા તૈયાર નથી. તેવોને બાહ્ય પદાર્થનું અછતું મનાવી પૂજાવવું પડે છે. ગુણનો ઉપદેશ ગુણ આવ્યા પછી અપાય. પોતાનામાં ગુણ આવ્યા નથી તો પોતે ગુણી તરીકે પૂજાવા લાયક બન્યો ક્યાંથી? તેઓ નથી ગુણી તરીકે, નથી ગુણના ઉપદેશ તરીકે પૂજવા લાયક. તેવાઓ પૂજા કયા પ્રકારે લેવા માંગે છે. નીતિના પ્રવર્તન દ્વારા નીતિમય વર્તન પછી નીતિનું પ્રવર્તાવવું તે દ્વારા પૂજાવાનું બને, પણ જેને નીતિમાં રહેવું નથી તેવાઓ બીજાને નીતિમાં ન પ્રવર્તાવે અને આગેવાન બનવું હોય, તો બળવાખોરના સેનાપતિ બનવા જેવું છે. પોતે વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી
સાફા વફાદામાલકી.
Hક કામ
.'
કોઈH
T
કામમાં