________________
દે અને પગે લાગ. જેવી પોતાની સ્થિતિ સારી ગણી હતી તેની સલાહ દે. શાહુકારો આપવાની સલાહ આપે, દેવાળીયા દેવાળાની સલાહ આપે. તેમ આત્મા બચાવવા માટે જેમણે બાહ્ય મિલક્ત કુટુંબ શરીરનો ભોગ નથી આપ્યો તેવા મનુષ્યો મિલક્ત કુટુંબ શરીરનો ભોગ આપી આત્માનું કલ્યાણ કરવાની સલાહ શી રીતે આપે? પોતે ભોગ દઈ દઢ રહી જેણે મિલક્ત કુટુંબ શરીરનો ભોગ આપ્યો હોય તે કહી શકે કે મિલકત, ફસાવનારી, કુટુંબ બેડી, શરીર પાંજરું. એટલે કે મિલકત ફાંસો, કુટુંબ બેડી, શરીર પાંજરું કોણ આવું કહી શકે? જેણે તે તોડી નાંખ્યા હોય, અંત:કરણથી તેવા ગણ્યા હોય, તે જ તે રૂપે કહી શકે. છોડનાર છોડવાનો ઉપદેશ આપી શકે. સજ્જને ઇજારો રાખી એ શબ્દો સાચવ્યા છે અને દુર્જનના સ્વભાવે તેને ધક્કો માર્યો છે.
પુગલાનંદી આત્મા કેવો હોય ?
જેઓ પુદ્ગલાનંદી ઇન્દ્રિયારંભી હોય તેવાના મોઢામાં તે શબ્દો ન હોય. દુર્જનના મુખમાં સારા શબ્દો ન હોય. ભલે સારા શબ્દનો ઇજારો સજ્જને લીધો નથી છતાં જે પુદ્ગલાનંદી થયેલા છે તેના મોઢામાંથી સારા શબ્દો નીકળે નહીં. માટે બતાવનાર તરીકે પરમેશ્વર બની શકે નહીં. સારી શિખામણ આપી સજ્જન ક્યારે બને? દુર્જનના સ્વભાવે સારી શિખામણને સરકાવી દે તેથી દુર્જન પાસેથી સારી શિખામણ નીકળે નહીં. તેના મોઢે આત્માના ગુણોને ખીલવનારી વાણી નિકળે જ નહીં. ન નીકળે તો બતાવનાર ક્યાંથી બને? મોટા તો બનવું છે, પણ શું કરવું. ઘરે રૂપિયાના નાણાં ન પહોંચે તો ઢબુની કોથળીઓ ભરે. દેખાવમાં તો ભરેલું દેખાય. એમ બતાવનાર ન બની શકે, આત્માના ગુણવાળા તે ગુણ પામવાનો રસ્તો ન દેખી શકે તો શું કરવું? જગતને પાણી વાયુ વનસ્પતિ હું દઉં છું. આ દેવાના નામે મોટાઈ કરી. આ બધું મારું છે. વિચારો ! જ્યારે પરમશ્વરે પૃથ્વી આપી, પાણી આપ્યું તો તે પહેલાં ક્યાં રહેતો હતો? ત્યાં મુંઝાવું પડે. શું એને પૃથ્વી પાણી હવાદિકની જરૂર પડતી નથી ? જો શરીર હતું તો પાંચેની જરૂર પડે જ. પણ બતાવનાર ન બની શક્યા તો બનાવનાર બન્યા તેથી આદિ માનવી પડે.
ધર્મના નિયમો-કાયદાનો સંદર્ભ સમજવો જોઈએ. ભગવાન ઉપદેશ ક્યારે આપે છે ?
પોતે જ કાયદા બહાર છે. પરમેશ્વર જગત માટે કાયદો કરે ને પોતે કાયદા બહાર. બનાવનનારને પોતાને પ્રથમ કાયદામાં રહેવું પડે. દરખાસ્ત લાવનારને અનુભવ બહોળો લેવો પડે છે. આમ બને છે માટે આ કાયદો રજૂ કરું છું. વર્ષો પહેલાથી અનુભવ લેવો પડે છે. ફળનો રસ્તો નિશ્ચિત કરનાર સેંકડો વખત વસ્તુનો અખતરો કરી વસ્તુ સિધ્ધ કરે.
-
૦૧ )