________________
'વ્યાખ્યાd - ૧૨
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमं मतम् ॥
આત્માને અનાદિથી લાગેલાં મોં.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયા. સર્વ આસ્તિક મતવાળા પોતે પોતાના દેવોને માને છે. પણ બીજા મતવાળાઓ પોતાના દેવને મતના પ્રવર્તક તરીકે માને છે. કેમકે તેમને જગત અનાદિનું માનવું નથી. કથંચિત્ અનાદિ માને તો સર્ગ પ્રલય માની અનાદિ માનવું છે. એટલે ધર્મની અવસ્થિતિ તેમને કબૂલ થઈ શકતી નથી. હંમેશા ધર્મ રહેવાનો એ તેમને કબૂલ ન હોવાથી તેમને ધર્મની શરૂઆત માનવી પડે છે. તેથી તેમને બનાવનાર બનવું પડે છે. તેથી તેમને ધર્મ અધર્મ નહતો એમ માનવું અને મનાવવું પડે છે. બીજા લોકોને અનાદિ જગત માનવું પડે એ તે લોકોને નડે છે. એમાં કારણ છે. ધર્મ અધર્મની સત્તા અનાદિ કહે તો અનાદિ સત્તા ઠરાવવી પડે. અનાદિ ઠરાવે તો પોતાને ધર્મ બનાવવાનો હક ન રહે. પછી તો ધર્મ બતાવવાનો હક રહે.
અનાદિ માની લે તો અડચણ શી? જીવ પદાર્થમાં અને અજીવ પદાર્થમાં તેમને અડચણ નથી, પણ ત્રીજા પદાર્થમાં તેમને અડચણ છે. આશ્રવ નામનો ત્રીજો પદાર્થ તેમને અનાદિનો માનવો પડે ત્યાં મુશ્કેલી છે. કર્મ આવવાનું અનાદિથી સતત પ્રવર્યું છે. પ્રલય અને સર્ગના વચલાકાળમાં પણ આશ્રવ થઈ રહ્યો હતો. કર્મો જીવોને લાગી રહ્યા હતા એમ તેમનું માનવું પડે. ભલે માને, જીવને કર્મ લાગી રહ્યા એમ માને તો જીવ કર્મના ઉદયે વર્તી રહ્યો હતો. કર્મના ઉદયે ન વર્તે તે કર્મ ન બાંધે. કર્મના ઉદય વગર બાંધે એ તો બને જ
નહીં.
તીર્થકર નામકર્મ છોડી નિયમ રાખ્યો કે જે જે કર્મ વેદાય તે તે કર્મ બંધાય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ઇત્યાદિ વેદાય તો જ તે તે કર્મ બંધાય. મોહનીયનો ઉદય ન હોય તો મોહનીય ન બાંધે. આશ્રવ અનાદિ માનવા જાય તો ઉદય અનાદિનો માનવો પડે. તેવી રીતે સતત કર્મોદય અનાદિનો માને તો પછી પ્રલય જેવી ચીજ રહેતી નથી. કર્મના કJણ
૦૪ )
નામદાર