________________
માટીના ઘડામાં ઉનું પાણી ભર્યું. ઘડો સજ્જડ બંધ કર્યો હોય તો માટી વરાળને રોકશે? માટી વરાળને રોકી શકતી નથી. વરાળ માટીને ધક્કો મારી શકતી નથી. આપણે ઘડામાં છિદ્ર દેખી શકતા નથી. તે આપણા દેખાવમાં ન આવે. પણ વરાળના લાયકના છિદ્રો છે. આથી વરાળ માટીને કાંઈ કરનારી થતી નથી. એમ સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો એવા બારિક છે કે રોકાણ થાય નહીં. રોકવાવાળા નથી તેથી આઘાત થાય નહીં. આઘાત થાય નહીં ત્યાં સુધી ઘા ન હોય. ઘા ન હોય તો મરવા-મારવાનું ન હોય. સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો કોઈને મારતા નથી-ને કોઈથી મરતા નથી, તો જગતમાં એને અંગે હિંસા થતી નથી. પછી એ ભારે કર્મી તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં કેમ પડી રહ્યા છે? યોગની અપેક્ષાએ કર્મબંધ માનીએ તો એકેન્દ્રિય તદન કર્મ વગરના માનવા જોઈએ. કોઈને નુકસાન કરે નહીં અને નુકસાન પામે નહીં. એના મન-વચન-કાયા હિંસામાં ન પ્રવર્તે. એને કષાયો પાતળામાં પાતળા છે. સૂક્ષ્મ કરતાં બાદરને વધારે કષાય, તે કરતાં બે ઇન્દ્રિયને, તે કરતા તે ઇંદ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં વધારે કષાય છે. તો અનાદિ કાળથી સૂક્ષ્મ એકેન્દ્રિય ત્યાં કેમ રખડે છે? પણ કહો- અનાદિની માન્યતા એને ગભરાવે છે.
દરેક આસ્તિકને મોક્ષ માનવો છે. ત્યાં જઈ પાછું આવવું નથી. અનંતા સર્ગે એક એક મોક્ષે જાય તો અનંતા મોક્ષે ગયાને?" એમ અનંતા જશે તેનું સ્થાન કયું? એકેક પ્રદેશ એકેક જીવ રાખો તો પણ અનંતાનું સ્થાન નહીં રહે. અમે ચૌદ રાજલોક અસંખ્યાત પ્રદેશનો-લોકાકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અથવા એક જીવના પ્રદેશ પ્રમાણ માનીએ. પણ તમે અનંતો માની લ્યો તેમ કરતાં અનંત જગતના એક એક સર્ગમાં એકેક જગતમાં અનંતા જીવો મોક્ષે ગયા માનવા પડશે.
અનંત જીવો, જગત પણ અનાદિ અનંત
તમે અનંતા જગતો માની લીધા. સર્ગ અનંતા અને જગતો અનંતા માન્યા તો અતીતકાળના અનંતા મોક્ષે ગયેલા, એકેક જગતમાં અનંતા મોક્ષે જવાના. અમે એક જ જગતને અનંત માની લઈશું. જ્યારે તું અનંતુ જગત માનીશ ત્યારે અનંતા જીવની જાવડ આવડ કરી શકે તો અનંતા ક્ષેત્રની જાવડ આવડ માનવી જોઈએ. અનંતા જીવો ક્ષેત્રની જાવડ આવડ માનીએ પછી એક સ્થાનમાં અનંતાની ઉત્પત્તિ નહીં મનાય. એક જીવ એક મોટું શરીર બનાવે. એક જીવ એક નાનું શરીર બનાવે, ઘણા જીવ મોટું શરીર બનાવે ઘણાં જીવ નાનું શરીર બનાવે. શક્તિમાં તીવ્રતા મંદતા હોય તેથી શક્તિવાળાની તીવ્રતા મંદતા માનવી પડે. ઘણાં જીવ મળી નાનું શરીર બનાવે એ ભાંગો ક્યાં મળવાનો. જીવની શક્તિની શરૂઆત ક્યાં કરશો? નાનામાં નાનું શરીર મેળવવાની તાકાત ઓછી કોની?
sal &
Hપdhણ