________________
( પછી મીટીંગ મેળવી રજૂ કરાય. બતાવનાર તીર્થકરે મોક્ષમાર્ગ અખત્યાર કર્યો. કેવળજ્ઞાનદર્શન મેળવ્યું. ચાહે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ આ સિવાય આ થવાનું નહીં. સમ્યગ્દર્શન સહિત ચારિત્ર સિવાય મોક્ષ થાય નહીં. અને સમ્યગ્દર્શન-ચારિત્ર થાય તો મોક્ષ થયા વગર રહે નહીં. પોતાનું કૈવલ્ય હાજર જ છે. જો મેં આ કર્યું એનું આ ફળ. અખતરો ફળીભૂત થાય ત્યારે જ મીટીંગ ભરી અખતરો જણાવાય. તીર્થકર ભગવાન જન્મ ગર્ભથી ત્રણજ્ઞાન ને દીક્ષાથી ચાર જ્ઞાનવાળા, છતાં વરસોનાં વરસો જાય તો પણ ઉપદેશ કેમ ન કરે? ભગવાન મહાવીર મહારાજાને સાડી બાર વરસ ગયા છતાં તેમણે ધર્મોપદેશ ન કર્યો. અખતરો નક્કી ન થાય ત્યાં સુધી તેને સભામાં મેલાય નહીં. અખતરાને ફળીભૂત કરી જ બતાવે તે વિશ્વાસ વચને પણ ન આવે. ત્રિલોકના નાથ તીર્થકર ભગવાન સમ્યગ્દર્શનાદિ આદરે. ફળરૂપે કેવળ મળ્યું. પછી ઉપદેશ કરે. શ્રી દશવૈકાલિકની પહેલી ગાથા તેઓને સમજવાનો હક છે -જે આ વાત સ્વીકારે.
દશવૈકલિકની પહેલી ગાથાનો માર્મિક અર્થ.
તમને ધર્મ મોક્ષ માટે કે આત્માના કલ્યાણ માટે? કર્મક્ષય અને સંવર માટે કરાવો છો કે દેવતાને નમસ્કાર માટે કરાવો છે. મોક્ષ, નિર્જરા કે સંવર પ્રયોજન ન જણાવ્યું, પણ ધર્મનું ફળ શું જણાવ્યું? દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આ ફળ જણાવ્યું. ધર્મ એટલો પ્રભાવિક છે કે મિથ્યાદષ્ટિ અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી જાય. ન પાપનો નાશ ફળ બતાવ્યું, ન બીજા ફળ બતાવ્યા. ફળ માત્ર : “તે દેવતા નમસ્કાર કરે છે..... તેવા ધરમનું ફળ દેવતાના નમસ્કારમાં બતાવે તેનો અર્થ શો? આ વાત મૂળ પગરણમાં લઈ જાવ. ભગવાન મહાવીર મહારાજા પછી થોડા જ કાળે પૂજ્યપાદ આચાર્ય શયંભવ સૂરિ થયા. તે વખતનો | મહાવીરનો ઇતિહાસ જગ જાહેર હતો. શ્રી મહાવીર મહારાજા, ગણધરો દેવતાને પૂજ્ય કેમ થયા? ભવાંતરોથી, અનેક ભવોથી જેમનું મન ધર્મમાં હતું. સામ-સામો હંમેશા જેનું મન ધર્મમાં હોય તેને દેવતા નમે છે-પૂજે છે. અનેક ભવોની વાસના જેની ધર્મમય હોય તેવા પુરુષો દેવતાને નમનાય છે. જયારે અખતરાનું ફળ બતાવ્યું ત્યારે મહાવીર મહારાજાને દેવતાઓ નમસ્કાર કરે છે. કેમ? જે મહાવીર મહારાજનું મન અનેક ભવથી ધર્મમાં હતું. દષ્ટાંતમાં વાદી પ્રતિવાદી વાંધો ન લઈ શકે. મહાવીર મહારાજાએ સમ્યગ્દર્શન આદિ આદરી ફળ મેળવ્યું. દેવતાઓ પણ પૂજવા લાગ્યા. તેથી આચાર્ય ભગવાન શ્રી શäભવ સૂરિએ જણાવ્યું કે સિધ્ધ વસ્તુને પ્રતિપાદન કરવી. શોધ તરીકે નક્કી થાય તેજ જગતમાં જણાવાય. પોતાની પેઠે. “મારી પેઠે એમ કોણ કહી શકે? પોતે અખતરો કરી વસ્તુ સિધ્ધ કરે પછી સભામાં અખતરો જણાવે. પહેલાં દાખલા તરીકે હોય.
ચારક પ્રણાલી
થી પણ કરવી,
(
૨)