________________
શાસ્ત્રકારોએ આગમતત્ત્વ કોને કહ્યું ? ઐદંપર્યથી શુધ્ધ તત્ત્વની શુધ્ધિ તે આગમતત્ત્વ. આટલા પદાર્થોનો અસ્તિતાવાદ, નાસ્તિતાની ગૌણતા કરવી. આત્માની અસ્તિતા આગમનું તત્ત્વ છે. તેની પરિણામિતા વર્ધી : આત્મા બંધાયેલો છે. તે વિદ્યમાન વિચિત્ર કરમે બંધાયેલો છે, તે આગમતત્ત્વ. કર્મના વિયોગથી મુક્ત થાય તે નિરૂપણ કરવું તે આગમતત્ત્વ. હિંસાદિક તેનો હેતુ તે આગમતત્ત્વ, એટલે આગમનું તત્ત્વ. અહીં અસ્તિ નાસ્તિ બંને ધર્મથી આત્મા-છતાં સાતે ધર્મ ઉપરના આવી જાય. સાતે ભાગે બોલાયજણાય-સમજાવાય છતાં આગમતત્ત્વને અંગે અસ્તિત્વ આત્માનું સિધ્ધ કરવું-તે આગમતત્ત્વ. જ્યારે આગમનું તત્ત્વ નિરૂપણ કરવું હોય ત્યારે નાસ્તિતા ન નિરૂપણ કરતાં અસ્તિત્વ નિરૂપણ કરો. આત્મામાં દ્રવ્યથી એક સ્વરૂપે રહેનારો છે. પરિણામીપણે નિરૂપણ કરો, નિત્તયપણું જાણો/જણાવો. જ્યારે માર્ગે ઉતરવા નિરૂપણ કરો તે વખતે તે પરિણામીપણે સમજાવો. સ્વરૂપે બંધાયેલો છતાં સત્તારૂપે અબધ્ધ આત્મા છે. આગમતત્ત્વ બધ્ધપણું નિરૂપણ કરનાર છે. બંધાયેલો છતાં પણ સત્ અસત્ વગેરે સાત ભાંગા લાગે. પણ અસ્તિ ભાંગો લગાડી સિધ્ધ કરવા કથંચિત્ અનૈક્ય નિરૂપણ કરવું. કર્મોની વિચિત્રતાએ આઠ કર્મોનું નિરૂપણ, એવી રીતે મુક્તનું નિરૂપણ કે દ્રવ્યથી જીવ આવો છે, એવો છે, આવી રીતે કર્મ બંધાયેલો છે, આવી રીતે છૂટ્યો. ભવિતવ્યતાના સંજોગે આકસ્મિક થયું હશે. કથંચિત્ એનું કાળજોગે, સ્વભાવ જોગે એનું થવાવાળું છતાં પણ પ્રયત્ન યોગે હિંસાદિકના પ્રયત્ને કર્મથી બાંધવાનું બને છે. અહિંસાદિકના પ્રયોગોથી છૂટવાનો પ્રયત્ન કરાય-તે આગમતત્ત્વ. આથી હિંસાદિથી પાપ લાગે છે તે નિરૂપણ કરવું તે આગમતત્ત્વ છે. તેવી રીતે હિંસાદિથી વિરમવાથી પાપ રોકાય છે તેને આગમતત્ત્વ માનીએ તો જૈન સિધ્ધાંત નક્કી થયો. ‘આસવા તે સિવા’' તેમાં નવા છતાં અનાદિથી હિંસાદિકથી કર્મ. એ પ્રરૂપણા આગમતત્ત્વ તરીકે જૈનોને સિધ્ધ છે. ઇશ્વરને હિંસા ઉપર પાપનું છોગું મેલવું નહીં પડે. આ સર્વ ક્ષેત્ર કાળ માટે નક્કી છે : જ્યારે જ્યારે હિંસા ત્યારે ત્યારે પાપ, તેની નિવૃત્તિએ પાપની નિવૃત્તિ.
શાસનવાળો કાળ તે દહાડો, શાસન વગરનો કાળ તે રાત્રી
અનાદિથી હિંસાદિકથી પાપ થતું હતું. હિંસાદિ રોકવાથી સંવર થતો હતો- તો ભગવાને શું કર્યું ? દહાડો ઉગે ત્યારે સૂર્ય શું કરે ? હોય તે બધા પદાર્થોને દેખાડી દેવા. સ્વરૂપથી તે સૂર્યનું કામ છે. હવે ભગવાને શું કર્યું કહેનારાને રાત દહાડા વચ્ચે ફ૨ક નહીં. રાતે વિદ્યમાન પદાર્થો દેખવામાં ન આવે, દહાડે વિદ્યમાન પદાર્થો દેખી શકાય. અહીં સંવર નિર્જરા અનાદિના છતાં સંવર નિર્જરાનો ખ્યાલ ન હતો તો જિનેશ્વરે કરાવ્યો. તો
એમ
૬૦