________________
ન ત્યે તો પણ બહારનો વેષ આકાર ગ્રહણ કર્યા વગર ન રહે. તેમ ધર્મના ઉપદેશકે આત્મા સર્વજ્ઞ ન બન્યો હોય તો પણ વીતરાગતાની દૃષ્ટિ આટલા વખત પૂરતી તો રાખવી જ જોઈએ.
એકનાટકીયો નવાણું જાતના વેશ કરે છે. તે કોઈ ધરમશાળામાં ઉતર્યો છે. ત્યાં સાધુને દેખ્યા. એને થયું આ વેશ પણ ભજવવા જેવો છે. સાધુ જોડે કેટલાંક દિવસ રહી તમામ સ્થિતિ શીખી લીધી. લૂગડાં, ગોચરી આદિ તમામ ક્રિયા જાણીને જુદો પડી બીજી જગો પર રાજાને ત્યાં ગયો છે. ૯૯ વેશ ભજવ્યા, પણ રાજા દાન નથી આપતો. રાજાને એમઃ દાન આપીશ તો બાકીના વેશમાં કારીગરી નહીં આવે તેથી ૯૯વેશમાં દાન ન આપ્યું. નાટકીયાને થયું લાવ નવો ૧૦૦ મો વેશ ભજવી દઉં. સાધુનો વેષ પહેરી આવ્યો, આપવું હોય તો આપો. પરીક્ષા કરવા માટે ભંડારી દશ હજાર આપવા લાગ્યો. નાટકીયો નથી લેતો. રાજાએ કહ્યું જુઓ ! દાન માટે આટલા વેશ કર્યા અને આટલા આપીએ ત્યારે ના કહે છે. નાટકીયો મકાને જઈ અસલ વેશ પહેરી આવ્યો. રાજન્ ! હવે લાવો. જો તે વખતે દશ હજાર લઉં તો વેશ લાજે, અર્થાત્ વેશ લે ત્યારે વેશ પ્રમાણે વર્તે છે.
તેમ પરમેશ્વરનો વેશ લેવો હોય ત્યારે શરીર પલ્યક આકારે. દેખવું હોય ત્યારે આંખ બહાર ફેરવવી પડે- પણ આમને દેખવું નથી તેથી નાસિકા ઉપર દષ્ટિ સ્થિર રહી છે. આ વિતરાગપણાનો વેશ છે. આત્માના વીતરાગપણાના ગુણો જુદા. અન્ય મતવાળાથી વેશ પણ રાખી શકાતો નથી. જ્યાં આ સ્થિતિ હોય ત્યાં બતાવનાર બની શકાય નહીં. બતાવનાર બન્યા એટલે પહેલાંની સત્તા સાબિત કરવી પડે. જેને બનાવનાર બનવું હોય તેને અસત્તા સાબિત કરવી પડે.
જગત અને જીવ અનાદિથી છે.
હવે જગતનું અનાદિપણું બતાવનારને અનાદિપણું સમજાવવું જોઈએ. સ્થાવર જંગમ મીલકત કહે પણ સ્થાવર જંગમ જીવો એ જ જગત છે તો પછી તેની અનાદિતા સાબિત કરવી પડે. શાસ્ત્રકારના હિસાબે જૈન બચ્યું હોય. ગળથુંથી બચ્ચાને દેવાય તેમ બચ્ચાંને ગળથુંથી દેવી હોય તો ત્રણ વસ્તુ મેળવી દેજો. રૂદ નું મારું નીવે મારૂં
મે સંનો અનાદિકાળથી કર્મનો સંયોગ તેને અંગે આ બનેલું છે. આ ત્રણ વસ્તુ ગળથુથીમાં જૈન બાળકને આપવી. હવે એક જ વસ્તુ રહે છે. અનાદિ માનતા કેટલાકને આંચકો આવશે. સંસારનું, જગતનું, જીવનું, ભવનું કે કર્મનું અનાદિપણું માનવું તેમાં હરકત આવશે. તારું નામ શું? હું મૂંગો છું. મૂંગો હોય તો મૂંગો બોલે નહીં. તેમ દષ્ટિ અટકી તો અનાદિ બોલી શકે નહીં. દૃષ્ટિ આગળ ચાલી જાય તે દૃષ્ટિ કહી શકે. સાદિ કહેવાવાળાની દષ્ટિ અટકી કે અનાદિ કહેનારની દષ્ટિ અટકી? મૂંગો કોણ? દૃષ્ટિ અટકી કારણ
તે જે ૪ )