________________
હોય તો પહેલા સમજ. આ ભવમાં જે પુણ્ય ભોગવીએ છીએ તે પાછળનું ભોગવીએ છીએ. જઠર કોને પચાવે છે? જુનાને. અહીંથી ઉતરે તેવું આંતરડામાં જઈ પચવા નથી માંડતું. ખોરાક લીધા પછી પરિણામ ત્રણ કલાકે પામીએ છીએ. પહેલાં વાયડો પદાર્થ ખાધો છે. અત્યારે ચાહે તે ખાઈએ, તો પરિણામ ગયા ભવના કર્મોનું. અત્યારનું પરિણામ આગલા ભવમાં. તેલ ખાધા સાથે ચીકટ ન હોય. આહારને અંગે પરિણામે ગુણ દોષ હોય. તેમ કર્મ સાથે સુખ-દુઃખ થાય. કર્મ અને પરિણામની પરંપરા અનાદિ માનવી પડે. યુક્તિથી બીજાંકુર ન્યાયે અનાદિપણું ઘટે છે.
તર્કથી સત્ય વિચાર ગ્રહણ કરવો.
ચઃ તo તર્કની પાછળ ધર્મિષ્ઠોએ ચાલવાનું નથી, શાસ્ત્રની પાછળ ચાલવાનું છે. માટે શાસ્ત્રની પાછળ તર્કને મેલવો જોઈએ. પણ તર્ક શાસ્ત્રાનુસારી છે કે સ્વતંત્ર છે? સ્વતંત્ર તર્ક તમામ બાહ્ય પદાર્થોથી ઉત્પન્ન થયા છે. બાહ્ય પદાર્થની તર્કથી યુક્તિ અધ્યેતરમાં લગાડવી એ પાલવે નહીં. માટે શાસ્ત્રાનુસારી તક હોવો જોઈએ. એટલે
મૃતિ, શ્રુતિમાં સંસારનું અનાદિપણું દેખાય છે. ત્વદ્યતે એટલું ન કહ્યું. સાથે ૩પનમ્યો (શ્રી બ્રહ્મસૂત્ર અધ્યાય૦૧, પાદ-૧, અધિ.૧૨, સૂ ૩૬ માં) પણ કહ્યું. આ જીવાત્માસંસારી આત્મા વેદ નિત્ય માન્યા તેથી આ જીવાત્મા નિત્ય માન્યો. વેદ નિત્ય હોવાના માની જીવાત્મા નિત્ય માન્યા તેથી અનાદિથી બંધાયેલો છે. કર્મથી નિત્યાત્મા છે.
વિધાતાએ સૂર્ય-ચંદ્ર જેવા પહેલા હતા તેવા બનાવ્યા. શું થયું - જ્યારે બનાવ્યા ત્યારે પહેલાના જેવા બનાવ્યા? તો અનાદિ સિધ્ધપણું બીજા ધર્મોથી પણ સાબિત થયું. બંને અનાદિપણું માનો છો. ફરક કયો? બીજાએ માનેલું અનાદિપણું પહેલાંની અવસ્થા પલટી સર્ગ પલયની પરંપરાએ અનાદિપણું માને છે. અહીં તેમ નથી. જીવને અંગે સર્ગ પ્રલયપણું ભવ કે જીવના સુખદુઃખને અંગે છે, નવો સર્ગ પ્રલય નથી. તે વગર સતત અનાદિપણું મનાય છે. એટલે પૂર્વની સિધ્ધિ રહે નહીં. પહેલાની હૈયાતી હોવાથી બતાવનાર રહેવાના. જિનેશ્વરોએ કહેલું તત્ત્વ, સુખ દુઃખ દેનારો કહેલો ધર્મ, કેવળી મહારાજે કહેલા ધર્મનું શરણ બતાવનારપણું આ બધું હોવાથી સર્ગ પ્રલય વગર સતત કર્મ જીવનું અનાદિપણું બતાવી શકે છે.
આ જીવને કર્મ અનાદિથી માનવા પડે છે. તો કર્મનું કારણ અનાદિનું માનવું પડશે. ચીજ થયેલી હોય ત્યારે કારણ હોવું જોઈએ. હવે એવું કયું કારણ? તે માટે અવિરતિ, પચ્ચકખાણ ન કરવા, પ્રતિજ્ઞા ન કરવી તે પાપનું કારણ. એટલા માટે પચ્ચખાણના પ્રકાર કેટલા તે અધિકાર અગ્રવર્તમાન.
Sb