________________
વ્યાખ્યા
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
ધર્મનું સ્વરૂપ આદિ-અનાદિ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી પ્રકરણ રચતા થકાં આગળ દેવાદિકના સ્વરૂપને અંગે સામાન્ય રીતે પોત-પોતાના ધર્મને પ્રવર્તાવનાર દેવ તરીકે મનાય છે. દેખાડનાર તરીકે દેવ માત્ર જૈનોજ માને છે. જૈનોએ પરમેશ્વરને ધર્મના બનાવનાર તરીકે નહીં, પણ બતાવનાર તરીકે માન્યા છે. તે અંગે નક્કી કર્યું છે કે બનાવનારને અનાદિ કર્યું પાલવતું નથી. ઉત્પદ્યતે ૩પલભ્યતે ૬ એ સૂત્રથી જગતનું યુક્તિથી અને શાસ્ત્રથી જગતનું અનાદિપણું બીજાંકુર ન્યાયે અનાદિત્વ સાબિત કર્યું છે. તેમ તે લોકોએ પણ અનાદિપણું માન્યું છે. તો તેમાં અને જૈન દર્શનમાં ફરક કયો ? વેદાંત દર્શન પણ જગતને અનાદિ માને છે. અને જૈનો પણ અનાદિ માને છે. તો બેમાં ફરક કયો ? બીજાઓ અનાદિ માને તે સર્ગપ્રલય-નવી બનાવટ અને નાશ એમ અનાદિકાળથી ચાલેલી પ્રવૃત્તિ છે. માટે અનાદિ માને છે. જૈન શાસ્ત્રકાર તેમ માનતા નથી. સૂર્યનો ઉદય, આથમે, ઉદય થાય, આથમે એમ ઉદયઅસ્તને અંગે થતો કાળ અનાદિ કહી શકીએ.
આ વાત બીજી બાજુ પણ સમજાય તેવી છે. કર્મ આદિવાળું છે. કોઈપણ મતથી કોઈપણ ધર્મ કર્મ બંધાય ત્યારે આદિ ખરી કે નહીં ? અનાદિનું એક જ બાંધેલું કર્મ ચાલ્યા કરે છે તેમ નથી. કર્મ બંધાય છે ભોગવાય છે. અર્થાત્ કર્મ બંધાયેલી ચીજ છે. તેવી ચીજ હોય તો આદિવાળી ચીજ થઈ, બંધની અપેક્ષાએ આદિવાળી થઈ તો અનાદિ કેમ મનાય ? તમે કર્મનો બંધ આદિમાં માનો છો. જીવે જ્યારે ત્યારે પણ કરેલો બંધ છે. ક્યારથી ? તો અનાદિથી. આમ આદિ માનો છો તો ફરી અનાદિ પણ માનો છો ! અનાદિવાળા માનો તો આદિવાળા ન માનો. બંધની આદિ માનો છો તો અનાદિ નહીં ઠરે.
હેવતથી અનાદિની સાબિતી.
એક એ સો નહીં ને સો એ એક નહીં. પણ છતાં સો વખતે એક કરીએ તો સો થાય.