________________
શાહુક્કર મનુષ્યની નાનકડી વાત.
જગતમાં શાહુકાર મનુષ્ય ચોપડામાં જેટલું લખે તે એક એક વાક્યમાં શાહુકારી ઝળકતી હોય. જ્યારે ખોટા દસ્તાવેજ લખનારના વાક્યમાં લુચ્ચાઈ ઝળકતી હોય. અક્ષર તેના તેજ. એજ અક્ષરે શાહુકારી, એજ અક્ષરે લુચ્ચાઈ સુડતાલીસ અક્ષરમાંથી બીજા અક્ષર લુચ્ચાએ નથી લખ્યા. (૩૩ વ્યંજન + ૧૪ સ્વર = ૪૭ અક્ષર.) તો તે શાહુકાર કે ચોર? તેમ અહીં જે ક્રોધાદિક ડૂબાડનાર તે જ ક્રોધાદિક સંવર નિર્જરા કરાવનાર.
ક્ષ્મ નિર્જરાથી મોક્ષ.
હવે હિંસાદિક ઉપર આવો. જે હિંસા વગેરે પણ સંસારમાં આશ્રવ કરાવનાર તે નિર્જરા કરાવનાર. સાધુ વિહાર કરતા નદી ઉતર્યા. પાણીના પરોણા થનારા એ પણ પાણીમાં ઉતરે છે. સાધુ પણ પાણીમાં ઉતર્યા. તો બે સરખાને? ‘માસવા તે સિવા કર્મ આવવાના કારણો તે જ કર્મ નિર્જરાના કારણો-એ તો બેસે. આશ્રવને પરિસવ માનવામાં વાંધો નથી. સંવર નિર્જરાના કારણો બંધના કારણો એ જોડે મેલ્યું. કોઈપણ સાધન એવું નથી જે કર્મ બંધ ન કરે. જિનેશ્વર મહારાજ કહે છે નિર્જરા મોક્ષનું સાધન છે. જો નિર્જરાનું સાધન છે તો ગોશાળાને, સંગમદેવતાને નિર્જરા સંવર થઈ ગયા હશે? જેમ મહાવીર મહારાજાનું દષ્ટાંત દીધું. તેમ તેના તે જોગ પલટે તો બંધના કારણ થાય. પ્રશસ્તકષાય અપ્રશસ્તમાં આવી જાય તો બંધના કારણ થાય. આશ્રવ તે સંવર અને સંવર તે આશ્રવ. તેમાં વાંધો નથી. કથંચિત્ આશ્રવનું સંવરપણું થાય, પણ તેની પ્રરૂપણા આશ્રવ રૂપે જ થાય. મુખ્યતાએ આશ્રવ કથંચિત્ સંવર થાય, મુખ્યતાએ સંવર કથંચિત્ આશ્રવ થાય. બંને સ્થિતિએ છીએ છતાં આ જ સ્થિતિએ બોલવું.
આપણે સ્યાદ્વાદ માનનારા છીએ. જીવ છે કે નથી? બે માનનારા પંચ સ્યાદ્વાદી છે. જેમ જીવનું સત્તારૂપે તેમ અજીવનું અવિદ્યમાન પણે માને છે. તો જીવ નથી એવી પ્રરૂપણા કરે તો તે જૈન મત સમજાવે છે એમ કહેવું ને? જીવની સત્તાની પ્રરૂપણા કરનારો જૈન ગણાય. પછી જીવ નથી એવું સાબિત કરે તે પણ જૈન કહેવાવો જોઈએ. જીવને સાબિત કરનારો જેટલા અંશે જૈન તેટલા અંશે નિષેધ કરનારો પણ જૈન તમારે માનવો પડશે.
સમભંગીની સમજણ
અસ્તિનો ફાંટો, નાસ્તિનો ફાંટો સિધ્ધ કરનારા, બંને સિધ્ધ કરનારા જૈનો ન કહેવાય. જણાવવાને માટે નાસ્તિ ફાંટો ખરો. પણ સિધ્ધ તો અસ્તિ ફાંટો જ કરાય.| Cursal