________________
વાપરીએ છીએ તે પણ વાપરી લેવામાં આવે તો બધો ખુલાસો છે. આશ્રવ પણ પરિશ્રવણે પરિણમે છે, પરિશ્રવ પણ આશ્રયપણે પરિણમે છે. સ્વરૂપે આશ્રવ, સ્વરૂપે પરિશ્રવ. જે આશ્રવો તે જ પરિશ્રવા, પરિશ્રવો તે જ આશ્રવો. શ્રી આચારાંગ સૂત્રમાં ગણધર મહારાજે જણાવ્યું છે. હિંસાદિક આશ્રવો કેળવવામાં આવે તો તેના તે જ કરમ રોકનારા (પરિશ્રવ) થાય.
વિક્રણ યોગના સંદર્ભમાં આવ્યવ-સંવરની વિચારણા આ પહેલા તો એક ટૂંકી વાત લઈ લ્યો. મન વચન કાયા તે જોગ આશ્રવ ખરા કે નહીં? એ ત્રણ જોગ જો સંવર અને નિર્જરાના કારણ ન બને તો મોક્ષનો રસ્તો નથી. યોગ આશ્રવના કારણો છે. યોગ આશ્રવમાં છે. યોગ સંવર નિર્જરાનું સાધન માનવું છે તો યોગ રહિત થાય નહીં અને આશ્રવ રહિત બને નહીં. યોગ રહિત ચૌદમે ગુણઠાણે કહ્યું છે, તેથી આશ્રવ રહિત બને નહીં. મોક્ષ ઉડી જાય છે. સામાન્ય દષ્ટિએ આ જ ત્રણ યોગો કર્મ આવવાના કારણો કહ્યા છે. મન-વચન-કાયાના ત્રણેની પ્રવૃત્તિ કર્મ આવવાના કારણો છે. જેને મન-વચન-કાયાના યોગ ન હોય તેને કર્મ આવવાના કારણ નથી. તે યોગો સંવર નિર્જરાનું કારણ નથી. તો આશ્રવના સાધનભૂત યોગો સંવર નિર્જરાના સાધન ન બને તો મોક્ષ કે કેવળજ્ઞાન પામવાનો વખત નથી. યોગો જાય ત્યારે જ સંવર નિર્જરા બને. તો યોગો જવાનો વખત નથી. આશ્રવ થાય અને યોગ બને, જે યોગો આશ્રવ કરનાર હતા તે જ યોગો સંવર નિર્જરા કરાવનાર છે. તે તેમ થાય ત્યારે જ જીવ આગળ વધે. ભવાંતરે ઉપાર્જન કરેલા કર્મો ત્યારે મન-વચન-કાયા દ્વારા ભોગવી વિખેરીએ છીએ. એ જ મનવચન-કાયાથી નવા ભવ માટે કર્મ લઈએ છીએ. કાલાંતરે એકલું આશ્રવપણું નિર્જરાપણું એમ નહીં. એક કાળે જે કાળે નવા ભવના કર્મ બાંધીએ તે જ કાળે પહેલાંના ભવના તોડીએ છીએ. તે મન વચન કાયાથી એક વસ્તુની અપેક્ષાએ તે જ આશ્રવ નિર્જરા. એક કાળની અપેક્ષાએ એ માનવા જ પડે.
તેવી રીતે અવ્રતો, કષાયો માનવા પડે. કષાયો કર્મબંધનું કારણ છે. તે નવું સમજાવવું ન પડે. પણ તે જ કષાયો નિર્જરાનું કારણ પણ છે. બાહ્ય પૌદ્ગલિક પદાર્થોને અંગે જે કષાયો થાય તે કર્મબંધના કારણો. એક જગો પર તત્ત્વ ઉપર પ્રીતિ ને અતત્ત્વ ઉપર અપ્રીતિ થાય તો શું થાય? એવા જ ક્રોધાદિક થાય, પણ રાત દિવસનો ફરક. પૌલિક પદાર્થમાં પ્રીતિ અપ્રીતિ બંને કર્મ બંધાવનાર થાય. એજ જગો પર આત્મીય પદાર્થમાં પ્રીતિ અને પૌદ્ગલિક પદાર્થમાં અપ્રીતિ તે કરમ રોકાવનાર અને છોડાવનાર થાય.
"કી જ
છે. માતાની પુણી
૫૯