________________
માસવા’ કર્મ રોકવાનું સાધન તે કરમ આવવાનું સાધન. આ ગણધર વાક્ય તેનું શું થાય? આવી રીતે કરવામાં આવેલી શંકાવાળાને સમજવાની જરૂર છે કે પરસ્પર વિરુદ્ધ દેખાતી હકીકત તે અક્કલ ચલાવે તો મેળવી શકે. અક્કલ ન ચલાવવી હોય ત્યાં સુધી વિરુદ્ધતા લાગે. એ જ અક્કલ ચલાવે ત્યારે સીધી લાગે.
એક મનુષ્ય મહા મહિને નદી ઉપર ઊભાં ઊભાં પાણીમાં ગધેડું બળતું દેખ્યું. બીજાને કહ્યું મહા મહિનામાં પાણીમાં પડીએ તો બળી જવાય. તે સાંભળી કોણ માને? કહેતા ભાઈ પણ દિવાના ને સુણતા ભાઈ પણ દિવાના. સીધી રીતિએ કહેનાર દીવાનો છે. તેમ માનવા તૈયાર થઈએ. ખુલાસો પૂછીએ ત્યારે વસ્તુ સમજાય. તારા જેવો અક્કલવાળો ઠરેલ જુદુ ન બોલે, તત્ત્વ છે માટે સમજાવ. ગધેડા ઉપર કળી ચૂનાની પોઠ હતી. જેવી પોઠ અંદર ગઈ તે પાણી અંદર ગયું લાગ્યું તો ગરમ. ગરમાવો છે. ગધેડું બેસી ગયું. કળી ચૂનાનું પોઠવાળું ગધેડું પાણીમાં બેસી જાય તો ફૂદફૂદી જાય. પાણીમાં બળી ગયું પણ સાચું કોને સૂઝે? અક્કલ વાપરે તેને સારું લાગે, બીજાને ખોટું લાગે. તેમ ગણધર મહારાજનું વચન સ્યાદ્વાદ સિધ્ધાંતને આગળ કરી હિંસાદિકના પાપને ગબડાવી દેવા માંગતા હોય તેવાએ અક્કલ વાપરવાની જરૂર છે.
તારા હિસાબે માસવા તે પરિવા’ એ વાક્યનો અર્થ શો? પરિસવા તે કારણો નિર્જરાના ખરા, પણ આશ્રવ કહેવો કોને? હિંસાદિથી પાપ રોકાય છે તે માનતો નથી તો પરિસવા કહેવા કોને? આશ્રવ કોને કહેવો? આશ્રવનો સિધ્ધાંત છે. પરિસવાનો સિધ્ધાંત છે. હિંસાદિક રોકવાથી કર્મનું રોકવાનું થાય તે સિધ્ધાંત ન માને તો તું આશ્રવ કહીશ કોને? આ વાક્ય બધા માને પણ પહેલાં તારે સમજાવવું તો પડશે ને? આશ્રવ તરીકે વસ્તુને નહીં માને, પરિસવ તરીકે વસ્તુ નહીં માને તો આશ્રવ તે કહેવાનો વખત ક્યાં છે? આશ્રયોને પરિસવોને નિયમિત માને ત્યારે કહી શકે કે જે પરિશ્રવ સંવર નિર્જરા અને આશ્રવ તે વસ્તુઓ નિયમિત છે. જો આશ્રવ જેવી વસ્તુ નિયમિત ન હોય તો “જે આશ્રવા' તેમ બોલી કેમ શકે? આશ્રવ અને પરિશ્રવ નિયમિત માનેલા છે તો ‘માસવા તે પરિવા' તે બોલી શકે. આશ્રવ અને પરિશ્રવને નિયમિત માનેલા હોવાથી યદ્દે શ વસ્તુ પહેલી સિધ્ધ વસ્તુનો ઉદેશ થાય. આસવા તે પરિસવા નિયમિત માનવા પડશે. તે આશ્રવો નિયમિત કરો તો આશ્રવો તે પરિશ્રવો કેમ કહેવાશે ? પરિસવા તે આસવા નિયમિત કરો તો નહીં કહેવાય. નિયમિત કરો તો પેલું વાક્ય બોલી નહીં શકો. આવું નિયમિત કરો તો પરિશ્રવ આશ્રવ નહીં, આશ્રવ પરિશ્રવ નહીં. કરવું શું? આ જગો પર જે “પણ” શબ્દ દુનિયામાં
i[ E jધ, સર ક
મારા
4
જીબ, 'i જH 11
| R +
T 1 1 "r
પ૦ )
Bidઈ