________________
'વ્યાખ્યાન - ૯
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
હિંસાદિક ો તો પાપ, ન ો તો ?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ અષ્ટક) પ્રકરણ રચતાં થકાં આગળ દેવાદિનું સ્વરૂપ જણાવી ગયા. તેમાં સામાન્ય રીતે પોતાના મતને શરૂથી ઉત્પન્ન કરનારા દેવ તરીકે માનવામાં આવ્યા છે. સામાન્યથી જૈનો પણ જિનેશ્વરે મત પ્રવર્તાવ્યો છે, જૈન મત જિનેશ્વરે કહેલો છે, પણ ઉત્પન્ન કરેલો કે પ્રવર્તાવેલો નથી. અન્ય ધર્મવાળાને પોતાને આદિ માનવી છે. પોતાના ઈશ્વરને આદિ કરનારા માનવા છે, જ્યારે જૈનોને જિનેશ્વર અનાદિથી થતાં જગત પણ અનાદિથી થતું ચાલ્યું આવે છે એમ માનવાનું. એટલે જિનેશ્વરો ધર્મને નવો કરતા નથી. તેઓએ ધર્મને ભક્તિ પ્રાર્થના રૂપે જણાવ્યો છે. ત્યારે જૈન શાસ્ત્રકાર મહારાજા ધર્મની જડ પાપની નિવૃત્તિએ જણાવે છે. પાપ પોતે બનાવેલું નથી. પાપની અનિવૃત્તિએ બનાવેલું છે. પાપની નિવૃત્તિ કરવાથી મનુષ્ય પાપથી બચે છે. તેમાં પોતાની કારીગરી માનવા તૈયાર નથી. બીજાઓને પાપથી નિવર્તતા કરાવવામાં પોતાની કારીગરી મનાવવા માંગે છે. તેઓ કહે છે કે સ્વભાવસિધ્ધ કુદરત કહેવાય છે. તેમ સ્વભાવસિધ્ધ કરે, પરિગ્રહ કરે તો પાપ લાગે, કોઈનું લગાડ્યું લાગતું નથી. દેશ દેશને અંગે કાયદા જુદા છે. એક ગુનો એક દેશમાં ગણાય, બીજા દેશમાં તે ન ગણાય. તેમ અહીં હિંસાથી પાપ થાય તે કોઈની કરેલી વ્યવસ્થા નથી, સ્વાભાવિક છે. જેમ જગતને અંગે કહી શકીએ કે ખાવાનું મુખથી છે, કોઈ જગો પર નાકથી ખવાતું નથી. રિવાજ કાયદા દેશમાં જુદા. છતાં ખાવાનું બધે મોઢેથી જ ખાય છે. તેમ સર્વ દેશ કાળ ક્ષેત્રને અંગે એક સરખો સ્વભાવ : હિંસા કરે તે પાપ બાંધે. હિંસા વગેરેથી પાપનું બંધન કોઈએ ઊભું કર્યું નથી. તેમ અમુક કાળના સંજોગો ઊભું થયેલું નથી. સર્વકાળ ક્ષેત્રમાં આ સ્વાભાવિક સ્થિતિ હતી અને છે કે હિંસાદિક કરનારને પાપ બંધાય. હિંસા વગેરે બંધ કરવાથી પાપ આવતું બંધ થાય. જ્યારે જયારે હિંસાદિક ન કરે ત્યારે ત્યારે પાપ ન લાગે. બે વસ્તુ સ્વાભાવિક હંમેશની છે. કોઈપણ ક્ષેત્ર કે કાળમાં તે ન પલટાવવાવાળી છે. સર્વકાળ અને ક્ષેત્રમાં આ વસ્તુસ્થિતિ કે હિંસા કરે તો પાપ, ન કરે તો પાપથી બચે. કોઈ
આeક પ્રકરણ
નો
C પપ)
Drugh