________________
જોઈએ. પણ પુરુષની પરીક્ષામાં શ્રદ્ધા નહીં, વચનની પરીક્ષા શ્રદ્ધા નહીં. પરીક્ષામાં શ્રદ્ધા નહીં પણ તેનાકહેલા અતીન્દ્રિય તત્ત્વોમાં શ્રદ્ધા જોઈએ. એ જ વાત દુનિયાદારીમાં લ્યો. કોરટ અમુકને પ્રામાણિક ગણે. તે પહેલાની સ્થિતિને આશ્રયીને પ્રામાણિક ગણ્યો હતો. તેથી કેસમાં એક સાક્ષીમાં પ્રામાણિકતાના આધારે ચૂકાદો દેવાય. તે આગળની પ્રામાણિકતાના આધારે, પ્રામાણિકતા અનુભવથી લઈ પછી એ દ્વારા અનુભવ બહારની વાતમાં પ્રામાણિકતા લીધી. તેમ પુરુષ અને વચન-બેની પરીક્ષામાં પાસ થયા પછી આપણા પરીક્ષા બહારનો વિષય. કર્મ રૂપી કે અરૂપી, પરભવ,સંવર, નિર્જરા આ આપણી પરીક્ષા બહારની વસ્તુ, તે પરીક્ષાથી પાસ થયેલા પુરુષના વચનને અંગે શ્રધ્ધા કરવા લાયક. શ્રધ્ધા પરીક્ષાના વિષયમાં નહીં. પોતે બાયડી છોકરા રાખે ને રોજ ચલાવે. મને વીતરાગ માનો. હું નિર્લેપ છું. તે મનાય નહીં. નાતના આગેવાનો દારૂનો બંદોબસ્ત કરવો હોય તો દારૂવાળાને ત્યાં ઉઘરાણી ખાતર પણ જવાનું પોતાને બંધ કરવું પડે.
તીર્થોની દીક્ષા, સંસારનો ત્યાગ ક્રવો જ જોઈએ.
જિનેશ્વર મહારાજાઓએ ગૃહિલિંગ અને અન્ય લિંગે સિધ્ધ થવાનું માન્યું. લોકોને કહ્યું, પણ પોતે સ્વલિંગમાં જ દાખલ થયા. ચોવીશ તીર્થકરો સ્વલિંગ ગ્રહણ કરીને મોક્ષે ગયા છે. ત્રણે લિંગે મોક્ષે જવાય તો તીર્થકરોએ ગૃહિલિંગ કેમ છોડ્યું? ગૃહિલિંગ કલ્યાણ ન થાય તેમ તો કહી શકાય જ નહીં. છાપ તો પોતે મારી છે. છતાં તેમણે ગૃહિલિંગ કેમ છોડ્યું? આ ગૃહિલિંગ નકામું છે. છોડવા લાયક છે. પજુસણમાં સાંભળો છો. મારો
પત્રV ઉત્તરા ફાલ્ગનીમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ઘરથી નીકળી સાધુપણું લીધું. આમ સ્વલિંગ ઉપર છાપ મારીને સ્વલિંગ લીધું. પણ તે ગૃહિલિંગ છોડી સ્વલિંગ સ્વીકાર્યું. ચોવીશ તીર્થકર ઘરવાસમાં રહ્યા, તેમાં બ્રહ્મચારી બે રહ્યા, પણ સ્વલિંગ નહીં લેનારા ગૃહિલિંગમાં રહેનારા એકે નહીં. શું ગૃહિલિંગ માનતા ન હતા? પણ નાતના આગેવાને દારૂનો બંદોબસ્ત કરવો હોય તો પોતાના કુટુંબે દારૂવાળાની દુકાને ઉઘરાણી માટે પણ ન જવું. બીજો પીઘો સાબિત થાય તો ગુનેગાર. આગેવાન તેનું લેણું પણ છોડી ઘે. આ વાત સમજશો ત્યારે તીર્થકર માને કે મારે ગૃહિલિંગની છાયા કામની નહીં. પોતાને અંગે આશ્રવ છોડી દેવા. ઢંઢેરો પીટી જણાવ્યું. મારામાં ઇંદ્રિયાશ્રવ, કષાયાશ્રવ, અવ્રતાશ્રવ હોય તો મને ન માનવો. નાતના આગેવાન પીઠાની છાયાએ પણ ન જાય. પીઠાનો પડછાયો વર્ષે ત્યારે નાતનો આગેવાન થઈ શકે.
અહીં નિર્લેપ રહી શકે તેવા તીર્થકર જીવો ગૃહસ્થપણામાં આશ્રવ બાધક ન થાય તેમ છતાં ગૃહિલિંગ ત્યાગ કર્યું. માટે જીવઅજીવ તત્ત્વનું માત્ર જ્ઞાન પ્રવૃત્તિ નિવૃત્તિમાં ઉપયોગી રાણકપ્રાણ બાળકો
પ૩ )