________________
ઉપદેશ શું કામ ક્રે છે?
ટીપ કરવા નીકળવું તો મથાળું પોતે ભરવું પડે. શાણો માણસ પોતે પોતાનું મથાળું ભરે. તેમ અહીં પહેલો નિયમ રાખો કે ઉપદેશકે પ્રથમ પોતે તૈયાર થવું. પોતે પપ્પાથી બચે નહીં અને બીજાનો પપ્પો તને વાગ્યો-તેમ કહેનાર ટીખલી ઉપદેશક અહીં નહીં. તારા જેવો તાકાતદાર પપ્પાથી ન બચે તો બીજાને કે શ્રોતાને ધક્કાથી બચવાનું કહે એમાં કંઈ ન વળે. હોળીમાં છોકરાને ખેલવવાવાળા માણસો છોકરાને કહે “કોઈ બોલશો નહીં.' એનો અર્થ : છોકરાઓ બોલો, ખુલ્લે મોઢે સંકોચ રાખ્યા વગર બોલો, પછી પપ્પાની દરકાર ન કરશો. એ વક્તાના બોલવાનો અર્થ થાય. તેમ જો પોતે ન બચે તો? માટે આશ્રવતત્ત્વનો ઉપદેશ આશ્રવથી બચી ગયેલો મહાપુરુષ આપે. એટલે કે ઇંદ્રિયના, કષાયના, અવ્રતના આશ્રવો જેને નથી તેવા મહાપુરુષ જગતના જીવોને ઉપદેશી શકે. “મહાનુભાવો! આશ્રવના પપ્પાથી બચો. જિનેશ્વરો આશ્રવના પપ્પાથી બચ્યા છે. તેવો ઉપદેશ દઈ શકે છે.” અહીં બાયડીઓની ચાલ કામ ન લાગે. પોતે ન બચે ને બીજાને બચવાનું કહે. આ ઘેર કોઈક મોત થયું ત્યારે છેડો વાળે. પાડોશણ આવી “બા ! એ તો જગતનો સ્વભાવ છે. બધાને જવું છે.” આમ કહે છે. પછી એને ઘેર જાય ત્યારે એવું ને એવું કહે.કોણ અમર છે? પણ બાઈ સામે બોલતી નથી. જયારે ત્યાં ફલાણો મરી ગયો હતો ત્યારે રાગડા કાઢી રોતી હતી તેમ સામો જવાબ આપતી નથી. છાના રાખવાની રીતિમાં સામો લંભો ન હોય. અહીં તેમ નથી. છાના રાખવાની રીતે ન સાંભળશો. પ્રથમ મારી પરીક્ષા કરજો. હું પાસ થયો છું કે નહીં તે તપાસજો. પછી પાછળ આવજો. જે પાળે પ્રવાહથી ચઢ્યો તેમ કરતા બારોબાર કીનારે પહોંચ્યોં છતાં એ પાળ પર ચઢાતું નથી. તો આપણા જેવી બેવકૂફી ક્યાં સમજવી? આશ્રવને રોકી તેમણે બતાવ્યું છતાં આપણને સૂઝતું નથી.
જિનવચનમાં અતૂટ વિશ્વાસ
હું કહું તે તમારે માની લેવું. શું “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ નહીં? ખરું; પણ પુરુષ વિશ્વાસનું સ્થાન ક્યાં? તેનો વિશ્વાસ કયા રૂપે? બોલે તે પ્રમાણે ચાલે છે કે નહીં? આ હિતકર રીતિ છે. સિવાય બીજો રસ્તો નથી. તો પુરુષનો વિશ્વાસ આવશે ને ? આપણા તીર્થંકર મહારાજની માન્યતા તેને યસ્ય સંપન્સેશનનનો રાતે નર્યવ સર્વતા | ૨ દેવો.fપ સર્વેષુ શમેશ્વર રવીનત્તઃ | હું કસોટી ઉપર ઉતરવા તૈયાર છું. તો શ્રદ્ધા ચીજ ન રહી. કહેનારના કથનને કસોટીએ ચઢાવ્યું. કહેનાર રાગદ્વેષ રહિત જોઈએ, કથન ત્રિકોટી શુધ્ધ જોઈએ. બધી કસોટીની વાત છે. શ્રદ્ધા જેવી વાત જ નથી. શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા
પર