________________
તેમાં ફળ શું ? ભીંતમાં પથરા કેટલા ? ગણો તો, ગણશો તો જાણશો. પણ ફળ શું ? શું ‘જાણશો’ એ ફળ નહીં ? કહીં તેમ કર્યું ? જેમાંથી અમારી પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ફાયદો હોય, જેમાંથી ઇષ્ટ સાધન મળે, અનિષ્ટ ખસે, તેવા જ્ઞાનને અમે ફળવાળું ગણીએ.જેમાં ઉપરોક્ત વસ્તુ ન હોય તેવા જ્ઞાનને લેવા અમે બેઠા નથી. જ્ઞાનને જ્ઞાનપણે માનતા હો તો દરેક છાપરે ચડી નળીયા ગણો. તેમાં જ્ઞાન તો થશે. બીજી વાત : દરવાજે બેસો. કેટલા માણસ ગયા ને આવ્યા ? તે ગણો તેનું જ્ઞાન થશે. આખો દહાડો દરવાજે બેસીશ તો એ જ્ઞાન થશે. લૂગડાના તાંતણા ગણ તો, જ્ઞાન એ ફાયદો નહીં ? તો જાણવું એ ફાયદો નહીં, પણ-પ્રવૃત્તિ નિવૃત્તિ. ઇષ્ટ સાધનની પૂર્તિ ને અનિષ્ટ સાધનની ત્રુટિ જે જ્ઞાન કરે એ જ્ઞાન ઉપયોગી છે. અત્યારના શિક્ષણની સંસ્થાઓનો ઉપયોગ શામાં થાય છે ? શિક્ષણને અંગે વિરુદ્ધ પડેલા જીવનમાં જે ઉપયોગી નથી તેવું શિક્ષણ આપી અમારા માથા નકામા શું કરવા પકવી નાંખો છો ? શિક્ષણ એ સાધન બને તો ઉપયોગી.
અહીં અમે પણ જિનેશ્વરને કહીં શકીએ કે જીવ અજીવનું જ્ઞાન કરાવો છો, પણ એમાં વધ્યું શું ? જીવ અજીવ છે એ જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિમાં ઉપયોગી ન બન્યું જીવ અજીવ છે એ જ્ઞાનને પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ઉપયોગી બનાવવું જોઈએ. ત્યારે આશ્રવ કહેવો પડ્યો. આશ્રવને જોડે મેલ્યો. આશ્રવ સ્વતંત્ર તત્ત્વ ન હતો. જીવ છે એવું જ્ઞાન નિવૃત્તિને અંગે ઉપયોગી ક્યારે બને ? આ જીવ ઇંદ્રિય-કષાય-અવ્રતક્રિયા દ્વારા કર્મ ખેંચી રહ્યો છે. આ જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને બચવાનો રસ્તો નથી. જીવ છે એ જ્ઞાન બચાવ કરનારું ક્યારે થાય ? જ્યાં સુધી આશ્રવ જ્ઞાન ન ધાય ત્યાં સુધી. જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિનો ખ્યાલ ન આવે ત્યાં સુધી. આશ્રવ રોકવા તૈયાર ન થાય. માટે આશ્રવ કહેવાની જરૂર પડી. જીવ છે તો છે, પણ ઝાડમાં કીડો પડે તો ઝાડ સમજાવવા સાથે ઝાડ ખાનારા ક્યા જંતુ છે તેમ જીવ સમજાવવા સાથે જીવને ધક્કો મારનાર કોણ ? આશ્રવ અનાદિથી આત્માને ધક્કા મારે છે. આ જીવ આશ્રવના ધક્કા ખાઈ રહ્યો છે. ધક્કો માર્યો તો ધૂળ ઊડી. બેશરમી આત્મા ન હોય તો ક્યા ધક્કા વાગે છે તેનો ખ્યાલ આવવો જોઈએ. નાગાના ફૂલે બાવળિયો તો છાંયડો થયો. તેવાને શું કરવાના ? તેમ અહીં એક જ શબ્દમાં જણાવ્યું. અનાદિકાળથી ધક્કા ખાઈ ઉછર્યો છું.
જિનેશ્વર દેવ ધક્કાને ઓળખાવે છે. તેથી જિનેશ્વરો ઉપગારી છે. આજકાલની સભાના પ્રમુખ તરીકે જિનેશ્વરને આપણે પ્રમુખ નથી માન્યા. બાળલગ્નની સામે ઠરાવ કરે, ભાષણ કરે. નીચે ઉતરી છોકરાના બાળલગ્ન કરે. વૃદ્ધ લગ્ન વિરુદ્ધ ઠરાવ ને ભાષણ કરે પછી નીચે ઉતરી પોતે લઈ આવે. કેવળ થૂંક ઉડાડવાનું તેમ અહીં નથી માન્યું.
૧