________________
નથી, પણ તેનાથી સાવચેત થવાનું સૂઝે છે.
જિનેશ્વર મહારાજા ધર્મ અધર્મનું નિરુપણ કરે છે. તે તમારા આત્મામાં રહેલા કર્મો બતાવે છે. તેના કારણ બતાવે છે. તાવ કયા કારણથી આવ્યો તેવા થરમામીટર જગતમાં નીકળ્યા નથી. જ્યારે જિનેશ્વર મહારાજાએ આત્માના થરમામીટર નીકાળ્યા છે. તાવ કયા કારણથી આવે છે તે જણાવે છે. પથ્ય કુપથ્ય ટાળવું એ જગતનું થરમામીટર સૂચવતું નથી. પણ ત્રિલોકના નાથ તીર્થંકર મહારાજા કર્મનો તાવ સૂચવે છે અને તેના કારણો બતાવે છે તેમજ તેને રોકવાના ઉપાય પણ બતાવે છે.
આત્માના તાવનો રોગ મટાડનાર જિનેશ્વર
જિનેશ્વરમાં આત્માના જુના તાવ હઠાવવાની શક્તિ છે. રોગી રોગ જાણે પછી રોગ અને દાક્તર તરફ કેટલું લક્ષ્ય રાખે છે ? રોગની દશા માલુમ પડતી નથી ત્યારે દવા કે દવા દેનારા તરફ અણગમો રહે છે. પણ રોગની ભયંકરતા ખ્યાલમાં આવે ત્યારે શું થાય ? દાક્તરના ગુલામ થઇએ. પથારી આ જગો પર નહીં તો એમ, આમ બેસો તો એમ બેસીએ. શરીરનો રોગ જાણવામાં આવ્યો ત્યારે તે રોગ કાઢનારાના ગુલામ. પૈસા આપી ગુલામ બનીએ. કોફી પીવાનું કહે, કશું ન ખાવાનું કહે. તો તેમ ખાઇએ અગર બીજું બંધ કરીએ. અહીં પાપનું દરદ આત્માને ન થાય, પાપની ભયંકરતા ન લાગે ત્યાં સુધી ધર્મ રુપી દવા કે તેની દવા દેનારા તીર્થંકર ડૉક્ટરની કિંમત ન સમજાય. તીર્થંકર મહારાજ એ સ્થિતિના છે કે મનુષ્ય ધર્મ કઇ રીતે કરવો ? બાળકની વત્સલતાનું દૃષ્ટાંત ન આપ્યું. રણસંગ્રામની સાવચેતીનું દૃષ્ટાંત ન આપ્યું. વ્યાધિની જેમ પ્રતિક્રિયા. રોગની ચિકિત્સા કરાય, આધીન કેટલો થાય છે ! રાજામહારાજા શહેનશાહ સુધ્ધાં ડૉક્ટર કહે તેમ કરવા કબૂલ. કેટલાક ધર્મને અંગે જે બંધનથી રહેવું તે ગુલામી અગર બંધન માનતા હોય તેમણે ધ્યાન રાખવું કે રાજા મહારાજા શહેનશાહ ડૉક્ટર કહે તેમ ચાલે, ખાય, બેસે, સુવે. શું તે ગુલામ ગણવા ? આપણું હિત શામાં છે એ દાક્તર સમજે છે, એવો નિશ્ચય છે. હિત કરનારનો નિશ્ચય થયા પછી એના ઓર્ડરમાં રહેવું તે ગુલામી નથી. વ્યવહારમાં મા બાપના કહ્યા પ્રમાણે પુત્રે કે માસ્તરના કહ્યા પ્રમાણે વિદ્યાર્થીએ રહેવું તે પોતાના હિત માટે છે. તેમ તીર્થંકર મહારાજા દરદ અને પરિણામ બતાવે. કેમ રોકાય, કેમ આરોગ્યવાન થઇએ એ બધુ બતાવે. એથી એના જેવો હિતકારી બીજો મળવાનો કયો ? બીજામાં આવું થરમામીટર નથી. તાવના કારણો, તેને રોકવાનો ઉપાય, કેટલો તાવ છે ? એટલું જણાવવાનું સાધન નથી મળ્યું. જેને મળ્યું છે તે વાળના ગુંચળામાં થ૨મામીટર મૂકે તો શું થાય ? જ્યાં ગરમી રોકાઇને એમાં આવી શકતી હોય તેવા સ્થાને થરમામીટર મૂકે તો
14
નર્મદા
૨૨