________________
લીધા પછી ધારવું તે પ્રતિજ્ઞા ટકાવવા માટે છે. તમે પ્રતિજ્ઞા રોકવાના ઉપયોગમાં આ વાક્ય લીધું. શાસ્ત્રકારે પ્રતિજ્ઞાની દૃઢતા માટે વાક્ય કહ્યું. પ્રતિજ્ઞા ન લેવી તે આ વાક્યનું તત્ત્વ નથી. સમજ્યા ? અહીં પણ લગ્ન કર્યા પછી ખરાબ સ્થિતિ-કાળી ટીલી લાગે. કન્યા જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી ચાહે ત્યાં વરવાની છૂટ. વિવાહિત થયા પછી પ્રતિબંધ થયો. એમાંથી ખસે તો અધમ ગણાય. તેના ડરથી શું વિવાહિત દશા બંધ કરી ? વિવાહિત થયા પછી સાવચેતી રાખવી. એનો ઉપયોગ અવિવાહિત પણામાં નથી. તેમ પ્રતિજ્ઞા લઈ ભાંગવામાં મહાપાપ એ વાક્યનો ઉપયોગ પ્રતિજ્ઞા સાવચેતીથી પાળવામાં કરવાનો છે. વાક્ય શાસ્ત્રકારોએ કહ્યું તે શા માટે કહ્યું ? પ્રતિજ્ઞા ન લેવા માટે કે પ્રતિજ્ઞા પાલન માટે ? પ્રતિજ્ઞામાં દૃઢપણું રહે, પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. તમે તે વાક્ય પ્રતિજ્ઞા ન લેવામાં લઇ ગયા. તેમ જ કેટલાક અજ્ઞાનથી પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન સમજી શક્યા. તેમાં અજ્ઞાન એ બચાવ નથી. કેઇ પ્રસંગના નામે પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન સમજી શક્યા. તે બચાવ પાપથી બચાવનાર નથી. મહાપાપથી ડરી પ્રતિજ્ઞા ન લેવી એ બચાવનો રસ્તો નથી. અજ્ઞાન પ્રસંગ એ મહાપાપ છે. એ બહાના કામ નહિ લાગે. પાપથી બચવું હોય તો પ્રતિજ્ઞા કરવી જ પડશે.
ન
કોર્ટમાં પણ પ્રથમ પ્રતિજ્ઞા પછી કેસ ચાલે.
એક લીટીની પ્રતિજ્ઞા કર્યા વગર કોર્ટમાં આગળ એક લીટી પણ લખવા નથી દેતા. કોર્ટના નિયમે પ્રતિજ્ઞા પહેલી કરવી જ જોઇએ. તે પાપના બચાવ માટે પ્રતિજ્ઞા કરવા માટે કેમ આનાકાની થાય છે ? કેદીને આજકાલ પગે હાથે બાંધે છે. પહેલા કેડે છાતીએ ઝાડ સાથે બાંધે. તેને તે વખતે કેમ થતું હશે ? પ્રતિજ્ઞાની વાત વખતે ધ્રૂજી ઉઠો છો. પ્રતિજ્ઞા પરાણે દેવાની નથી. પ્રતિજ્ઞા આપી અમને ટેકસ ડાકુ મળે તેમ નથી. તેમ તમે ન ખાવ તેથી વધારે અમને કંઇ મળવાનું નથી. તમારા પચ્ચકખાણથી સાધુને શો લાભ ? શા કારણથી સાધુ તમને પચ્ચકખાણ આપે છે ? તમારી વિરતિનો લાભ સાધુને આવતો નથી. તમારી પાપની પ્રવૃત્તિ રહે તેમાં સાધુને પાપ લાગવાનું નથી. દરદની હેરાનગતિથી જેમ દાકતરોને ઘેર દોડી દોડી જાવ છો. તેમ તેમ પાપની હેરાનગતિ સમજ્યા હો તો દોડી દોડી પચ્ચકખાણ લેવા જવું જોઇએ.
ગામડામાં બળીયા કાઢવાવાળો જાય છે. તેમાંથી સરકારને કશું મેળવવાનું નથી. પણ જે ગામડીયા બાયડીઓ છોકરાને સંતાડી દે, ઘેર આવે તો રોષ ચડે તેવી તમારી સ્થિતિ છે. આરોગ્ય માટે બચ્ચાના સુખ માટે બળીયા કાઢવા આવે. તે વખતે બળીયા કાઢનાર ઉપર રોષ આવે છે. તેમને પચ્ચક્ખાણ આપે ત્યારે તેવું જ લાગે છે. બાધા આપી તો