________________
'વ્યાખ્યાd - ૮
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥|
શું જૈનો ઇશ્વરને માનતા નથી?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે અષ્ટક પ્રકરણ કરતાં થકા આગળ સૂચવી ગયા કે દરેક આસ્તિકમત દેવને માનવાવાળા છે. સામાન્ય રીતે જૈનો પણ તેવી જ રીતે દેવને માને છે. બીજા આસ્તિકોને પોતાના દેવ તરફ સ્તુતિ ભક્તિ જાપ કરવા નક્કી લાગણી છે, તેવી જ રીતે જૈનો પણ પોતાના દેવ તરફ ભક્તિ સ્તુતિ પૂજાની લાગણી ધરાવે છે. તો આવી કહેવત કેમ ચાલી કે “જૈનો ઈશ્વરને નથી માનતા ?' એક મનુષ્ય પરદેશ ગયેલો. એ વખતે સમાચાર મુશ્કેલીથી મોકલાવાતા અને કાચા સમાચાર મોકલાવાતા. પરદેશ જવાનો સહેજે સંજોગ ન મળે. પરદેશ જતાં ગત (મૃત્યુ) થયા – એવા સમાચાર મળ્યા. આયુષ્ય પ્રબળ હોય તો પાણીમાં ડૂળ્યો મરતો નથી. પ્લેગ વખતે આયખા નિર્બળ હોય તો એક ગાંઠમાં ઉડી જાય ને પ્રબળ આયખાવાળા ત્રણ ગાંઠવાળા બચી જાય છે. અહીં તે પરદેશ ગયેલાને નીચે ઉતાર્યો છે. એવામાં ઉપાય લાગુ પડ્યો, સાજો થયો. દેશમાં આવ્યો. અરે ! તું કોણ? તું તો મરી ગયો હતો. ફલાણા આદમીએ સમાચાર આપ્યા હતા. “હું જીવતો આ ઊભો”. ત્યાં ખરી ખોટી વાતનો ખુલાસો શા માટે કરવો? જીવતો નજરો નજર દેખાય છે. ભલે ફલાણા પ્રામાણિક માણસે કહ્યું હતું. પણ અહીં પ્રત્યક્ષ દેખ્યા છતાં ચાલી નીકળી વાત જે પકડી રાખે, તેને સમજાવી ન શકાય. જૈનોને જો ઈશ્વર પરમેશ્વર જેવી માન્યતા ન હોત તો હજારો દેહરાં દાવા સાથે જૈનો કહી શકે કે આ તીર્થો અમારા બાપના છે? હિંદુસ્થાનમાં જે ઊંચા સ્થાન તે બધાં જૈનોએ રોકેલા છે. તારંગા, આબુ, સમેતશિખર, ગીરનાર, શત્રુંજય વગેરે ઊંચા સ્થાનો પર જૈનોનાં તીર્થો છે, જેમાં પરમેશ્વરના મંદિરો છે.
પેલો હાજર થયો ત્યાં પેલાએ મરી ગયેલાનું કહ્યું. જીવતો છે છતાં ન માનું. એની જેવી અક્કલ-તેમ જાહેર મંદિર છતાં જૈનો પરમેશ્વરમાં નથી માનતા એમ કહેનારને સમજાવવો શી રીતે? વાત એટલી છે કે હૈયાની હોળી જીભ પર સળગાવી છે. જગતમાં કર્તવ્યવાદ કોણે ચલાવ્યો ? પારકી મહેનતે તાગડધીન્ના કરવા હતા તેમણે મીમાંસકો
: -
તક
1
વ કરી છે
કે
EGE