________________
હથિયાર ઋધ્ધિ પૂરા પાડ્યા છે તે તેના ઉપગાર નથી ભૂલતા. ફ્રાંસે અમેરિકાને સ્વતંત્ર થવામાં મદદ કરી હતી તો અમેરિકાને મદદમાં ઉતરવું પડ્યું હતું. પરાધીન દેશ હથિયાર અને નાણાં મેળવે તો સમજે કે મને સ્વતંત્રતા આપનાર આ છે. તો આત્માને જેણે સમ્યમ્ આદિ હથિયાર. પ્રવચન ઋધ્ધિ આપી છે તેવા જિનેશ્વરનો ઉપગાર ન માનીએ તો એના જેવો હલકો કોણ? આપણને સાધન એકઠાં કરી આપે છે, આત્માની જ્યોત બતાવે છે, તેના આવરણ બતાવે છે, આવરણને લગતું પહેલું સ્થાન પચ્ચખાણ બતાવે છે. છતાં શૂરાતન ન જાગે તો ?
હવે તે પચ્ચકખાણની અગ્રેસરતા શા કારણ થી? એ પચ્ચકખાણના પ્રકાર કેટલા? અશુચિકરણ યંત્ર બતાવનાર જિનેશ્વર મહારાજનો ઉપગારી પણ ઉપગાર માનવાનો. કેમકે તેમણે કર્મશત્રુ હણવા હથિયારે આપ્યા છે. તે કેવા પ્રકારના છે? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે જિલેશ્વર દેવ ! તમારું સ્વરૂપ અર્થાત્ તમારી પ્રતિમા
ભવરૂપી કૂવામાંથી કાઢવામાં રજૂ સમાન છે. કારણ કે તમે સંગ, મોહ અને કામ રહિત છો.
ઇક