________________
'વ્યાખ્યાન - ૭
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमं मतम् ।।
જિનેશ્વર ઉપકરી છે તે શિક્ષણ દષ્ટિએ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અકજી નામના પ્રકરણને કરતાં થકાં પહેલા દેવાદિના અખક જણાવી ગયા. જૈન દર્શનમાં જે પ્રવર્તક માન્યા છે. પ્રદર્શક તરીકે, પ્રવર્તક તરીકે નહિ. પ્રવર્તક થનારાને આદિ કરવી જ પડે છે. અનાદિ સ્થિતિ કોણ જણાવી શકે? પ્રદર્શક જ અનાદિપણું સિધ્ધ કરી શકે છે. અહીં પ્રદર્શકને જ આપણે માનીએ તે ગુણ સહિતપણે માનીએ. પ્રવર્તકની માન્યતા કઈ અપેક્ષાએ રાખી? આ સ્થળ પદાર્થો આપે તે દ્વારા. નાના બચ્ચા રમકડાં આપે તેને ઉપગારી ગણે, બરફી, પેડા, બોર, જાંબુ આપે તેને ઉપગારી ગણવાનું બાળક સમજે નહિ. અન્ય મતવાળા મેં તમને પૃથ્વી, પાણી, હવા આપી આવી પૌગલિક વસ્તુ દ્વારા પોતાનો ઉપગાર જણાવે છે. જ્યારે અહીં પ્રદર્શકનો ઉપગાર બાહ્ય પૌગલિક પદાર્થ દેવા દ્વારા નથી. સમજુ માણસ બોરાં બરફીનો તેવા ઉપગાર ન માને જેવો શિક્ષણ નો માને. જિનેશ્વરે આપણને શિક્ષણ આપ્યું તેથી જિનેશ્વર ઉપગારી. જીવન નિર્વાહના શિક્ષણ લેનારો જીંદગી પર્યત શિક્ષણ દેનારનો ઉપગાર માને છે. જિનેશ્વરે જે શિક્ષણ આપ્યું-તે શા કામનું? તે વિચારો. એ શિક્ષણ આત્માને ઓળખાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર છે. તો આત્માની યાવત્ સ્થિતિ સુધી તેમનો ઉપગાર માનવાનો છે.
ઉપારીનો ઉપકર ક્યારેય ન વિસરાય.
કૃતજ્ઞ કોનું નામ ? આપનારનો ઉપગાર માને છે. ચીજ આપેલી જાય તો પણ ઉપગાર માનવાને આપણે બંધાએલા છીએ. જેના બાપ મરી ગયા. તેમણે બાપનું નામ લખાવવું નહિ- જો ઉપગાર ન માનવો હોય તો. જન્મ આપવાનો એક વખતનો ઉપગાર થાવત્ જન્મ નામમાં રજુ કરવો પડે છે. ઉપગારી ઉપગાર કરી ચાલ્યા જાય તો પણ ઉપગાર લેનારે ઉપગાર ભૂલવો ન જોઈએ. તીર્થંકર મહારાજા ઉપગાર કરી મોક્ષે ચાલ્યા ગયા તો જાણનારે એક દિવસ પણ ઉપગાર ભૂલાય કેમ? બીજી વાત ઉપગાર કર્યા પછી (એ ઉપગારની ચીજ ચાલી ગઈ હોય તો એક માણસે દશ હજાર રૂપીયા આપ્યા. આપણે)
ફરીને
આ ક'+ ! . ... ! | મીતિકા
છે .