________________
નહીં, પણ વિઘ્નો કરનારા ઘણા કરંદા કોઇ નહીં. 'આમ' વાળી દુનિયા ઘણી નીકળે છે. પેટમાં આમ થાય તો મરડા થાય. કાર્યમાં આમ વાળા મળે તો કાર્ય ડોળાય. આમ થયું હતે તો આમ થાય. તો પણ લાવ કરી દઉં એમ કહેનારા થોડા. ‘આમ’વાળા ડગલે પગલે મળે છે. જ્યોત ઉપરનો પડદો બતાવ્યો ત્રિલોકનાથે. આત્માની જ્યોતનો પડદો બતાવી બેસી રહ્યા નથી. પડદો કેમ ઉઠાવી નાંખવો તે રસ્તો પણ તેમણે બતાવ્યો છે. જે જ્યોત ઉપર પડદો પડ્યો છે તેમાં સર્ચ લાઇટનો દીવો હોય છે. પણ કમાડવાસી દીધું હોય, ઉપર પડદો નાંખ્યો હોય તો અહીં અજવાળું ન આવે. દીવો ઢંકાયેલો રહે તો ત્યાં સુધી બહાર અજવાળું ન આવે.
પ્રજા કરતાં લશ્કર મોટું
આપણી જ્યોતિ કૈવલ્ય સ્વરૂપ છે. છતાં છાપરાના કાણાં જેટલા અજવાળાના ફાંફાં છે. જગતમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં પ્રજા કરતાં લશ્કર વધારે હોય. પણ અહીં પ્રજા કરતાં લશ્કર વધારે છે. અહીં એવું છે કે આત્માના એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મવર્ગણા વળગેલી છે. એ જુલમમાંથી બચવાનો રસ્તો ખરો ? તેમ છતાં પણ દુનિયાભરમાં તપાસ કરીએ છીએ. ઉત્પત્તિનો પ્રતિબંધ કરે એવું એકે રાજ્ય નથી. જ્યારે આ કર્મરાજાનું રાજ્ય ઉત્પત્તિને કબજે લે છે. તમારા દેશની ઉત્પત્તિ પરદેશ કબજે થે તો દેશની દશા ભયંકરમાં ભયંકર.
માલિકી આત્માની, સત્તા કર્મની
‘જ્ઞાન' એ કર્મરાજાના એટલે મોહરાજાના ઘરની ઉત્પત્તિ નથી, ચેતનના ઘરની ઉત્પત્તિ છે. છતાં મોહરાજાએ કબજે લીધી છે. રિસીવર નિમાયે છતે મેનેજમેન્ટ થાય તે વખતે મિલકત ઘરધણીની, પણ ઘરધણીને ફેરફાર કરવાની સત્તા નથી. જેના ઉપર રિસીવર નીમાયા હોય તેમાં ઘરધણીની સહી ન ચાલે. માલીક ઘરધણી, પણ કબજો રિસીવરનો. આનાથી જ્ઞાન રિધ્ધિ પર કર્મરાજાએ મેનેજમેન્ટ રિસીવર નીમેલો છે. તેની રિસીવર મારફત રસ-સ્પર્શનું જ્ઞાન મળે. ગંધ રૂપ શબ્દનું જ્ઞાન રિસીવર હોય તો મળે. આત્મા પોતાની મિલકત પણ વાપરી ન શકે. રિસીવર અનુકૂળ હોયતો પોતાની મિલકત પોતે વાપરે. રિસીવર અનુકૂળ ન હોય તો છતી મિલકતે ઘરધણીને ફાંફાં મારવા પડે. માલિક છતી મિલકતે ફાંફાં મારે છે.
લોકાલોકને દેખનાર કેવળ જ્ઞાન-દર્શન આગળ રસાદિકનું જ્ઞાન જાણવું તેમાં, મોટી વાત નથી. ઘરમાં શાક દૂધ લાવવું હોય તેમાં રિસીવરની સહીની જરૂર ન પડે, પણ આ
ક