________________
ચોખ્ખો કર્યો. પથરામાં પંડમાં ફરક ન હતો.
જિનેશ્વરે જડ અને ચેતનનો ભેદ સમજાવ્યો. શરીરને કારખાનાની ઉપમા.
ચેતન જીવજીવન સમજ્યો ન હતો. જડમાં ઝૂકી રહ્યો હતો. તેથી પંડને પલટાવી જ્યોત સ્વરૂપ દેખાડ્યો. તેથી જિનેશ્વરનો ઉપગાર ભૂલાય નહીં. જરૂર એ વાત રહી. ભાઇ લાખ આમ ગયા. લખેશ્રીના પુત્રે જોડે એમ બતાવવું પડે કે મારા બાપના લાખ ક્યાં ? આમ ગયા તે બતાવવું પડે. તેમ જ્યોતિ સ્વરૂપ બતાવ્યો તો જ્યોત ક્યાં છે તે તેમણે બતાવવી જ પડે. અત્યારે કાળો ઠીકરા જેવો લાગે છે. તારા બાપના લાખ અહીં દાંટેલા છે. દાટેલી ચીજ એ મરેલું ધન, હાથ આવે તો જીવતું ધન. જો જાણમાં ન હોય તો ધન હોય કે ન હોય-તે બે સરખા છે. દાટેલા ધનનું અજાણપણું લક્ષાધિપતિ અને દરિદ્રમાં ફરક નહીં. આત્માની જ્યોતિ દટાયેલી છે. એવી ખબર ન હોય તેમાં અને જડમાં ફરક નથી. અહીં જ્યોતિ સ્વરૂપ દટાયેલું છે. એ ધ્યાનમાં ન હોય તો જડ અને જીવમાં ફરક ક્યો રહે ? તેવી રીતે જડ પોતાનું જોઇ જાણી ન શકે એમાં વધ્યો શું ? જડ ઓઢી-ખાઇ પી ન જાણે. આ જીવ જાણી શકે એટલો જ ધ્યો.
જગતમાં જડ બગાડો કરતા નથી. આપણે બગાડનારના બાપ છીએ. અનાજ જેટલું આપણી પાસે આવે તેની વિષ્ટા, પાણીનું મૂતર, દૂધની વિષ્ટા. લૂગડાં નવા હોય તો મેલા કરીએ. હવા ગંદી કરીએ. કયો હક જેની ઉપર મકર કુદીએ-કરીએ છીએ. ગમે તેવા સારા પદાર્થો ન બગાડી દેવા. જડ સારા કે હોય તેવું રાખે છે. પેટી-પટારા-તિજોરી હોય તો સાચવી રાખે છે. આત્માની જ્યોતિ ન જુવો તો જડ કરતા ભૂંડા છો. જગતમાં સુધારવામાં કારખાના હોય છે, જ્યારે આ બગાડવાનું કારખાનું છે. જડ કરતાં બગાડવાના કારખાનાવાળા શું જોઇ બાંગ પોકારે છે. પોતાના સ્વરૂપને જાણે તો લાત મારતી પણ દૂધ દેનારી ગાય કીંમતી ગણાય. ઉંટના અઢાર વાંકા-પણ મુસાફરીમાં કામ લાગે તો કિંમતિ છે.તો આમાંથી કાંઇ કાઢશો ? કે જન્મથી મરણ સુધી બગાડવાનો ધંધો કરશો ? જન્મથી મરણ સુધી કારખાનું ચલાવવું છે. બગાડનારા કારખાનાને રાખ્યું છે. એના મેનેજર બન્યા છીએ. તે કારખાનામાંથી કાંઇ કાઢશો ? લાત મારનારી ગાયનું દૂધ કિંમતી છે, તેમ આ બગાડનાર કારખાનાથી જ્યોત સ્વરૂપ આત્માને ઓળખી શકો તો એ કિંમતી છે. એ જ્યોત સ્વરૂપ ઓળખાવનાર કેટલા ઉપગારી તે વિચારો. હવે જ્યોત સ્વરૂપ ઓળખાવ્યા. કયું પંડ આડું આવ્યું જેથી જ્યોત કામ કરતી નથી ? નિધાન ૫૨ ક્યું ઢાંકણ છે ? તે ઉપગારી બતાવે. જ્યોત કેમ દટાઇ ગઇ છે ? કયો પડદો જ્યોત ઉપર છે ? જિનેશ્વર નિધાન બતાવે તે સાથે ઉપર આવેલો પડદો પણ બતાવે. વળી એમ બતાવી બેસે તેમ
પગના વા
સર