________________
છે તે બતાવી દે છે, પણ ઝેરીપણું બનાવતા નથી. આત્માને કેમ કર્મ લાગ્યા? ને કેમ જાય? કેમ રોકી શકાય? તે બધું સમજાવે છે, જ્ઞાન કરે છે. દીવો અને સૂર્ય જ્ઞાન પ્રગટ કરે છે. પહેલાનું જ્ઞાન હતું તે દીવો કે સૂર્ય થયા એટલે ઉભુત થયું. આ જ્ઞાન નવેસરથી કર્યું. જ્ઞાન એમણે ઉત્પન્ન કર્યું. એવું કહીએ છીએ.
તીર્થકરો દેવ તરીકે મનાયા છે, તેઓ પાપ-પુણ્યને કે ધર્મ અધર્મને બનાવનાર તરીકે નહિ, પણ ઓળખાવનાર તરીકે-બતાવનાર તરીકે ઉપગારી થાય છે. તેથી વસ્તુ તો પહેલાંની બનેલી છે. અહીં આશ્રવ દ્વારા એ પાપ બંધાઈ રહ્યા છે તેવુ બતાવવું છે. આ પહેલાનું બનતું હોય ત્યારે જ બને. સંવરદ્વારા એ પાપનું રોકાવાનું અનાદિથી બની રહેલું છે. તેથી ધર્મ અધર્મ અનાદિથી છે અને તીર્થકર મહારાજાએ ઓળખાવ્યો. દીવો લઈને આંધળો ખાડામાં કે હડફેટમાં આવી જાય તો બિચારો ગણાય, કેમકે સાધનની ખામીથી આપત્તિમાં આવે તેથી બિચારા, પણ છતે સાધને ન બચે, આપત્તિમાં આવે તેવાને કેવા ગણીએ ? બેવકૂફ, તેમ સાધન સંપત્તિ છતાં આપત્તિથી નહીં બચનાર બેવકૂફ ગણાય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, અનાર્ય, જાનવર, પંખી, પશુ બધા બિચારા છે. તેમને જીવાદિક નથી તેમ બોલી ન શકીએ. આશ્રવ સંવર ઓળખ્યા પછી આશ્રવનો પરિહાર, ને સંવરનો આદર ન કરીએ તો આપણે બિચારામાં ગણાઈએ નહિ, પણ બેવકૂફ ગણાઇએ, પેલા અનાથ વગેરે બિચારાની ગણતરીમાં છે.
એકજ ફરજ કે આશ્રવથી બચવું ને સંવર આદરવો. શિયાળામાં ચારેબાજુ ઠંડક થઈ ગઈ હોય ત્યાં ઊનના કપડા પહેરવા. તેમાં કોઈ કારણ પૂછે તો ઉત્તર દેવો પડે કે આપોઆપ પૂછનારની મૂર્ખાઈ ગણાય? અનાદિથી અવિરતિથી પાપ ન કરવા છતાં પાપ બાંધી રહ્યો છે એ જાણ્યા પછી પચ્ચકખાણ કેમ લેવાના? એ સવાલ કરનારની દશા શી? માટે તીર્થંકર મહારાજે પચ્ચકખાણની જરૂર શી ? તે પચ્ચકખાણ દ્વારા એ ઉપગાર જણાવ્યો.
તીર્થક મહારાજા એક પણ ગુણ આપતા નથી- તો ઉપગાર શેનો ?
તીર્થકર મહારાજાને અનંત જ્ઞાન, દર્શન, સુખ, અનંતવીર્ય છે. આમાંનો એક અંશ પણ જીંદગી સુધી ભક્તિ કરનારને એ આપવાના નથી. દુનિયાનું દાન પાંચ આવે તો પાંચ આપે, એ ખૂટે છે. ખૂટે છતાં દાન દુનિયા દે છે. આ અખૂટ છે છતાં દાન દેતા નથી. આખા જગતને દે તો પણ તેમનું ખૂટે તેમ નથી. પછી ઉપગાર શાનો? દે એનો ઉપગાર નથી. કોઇના આત્માનો ગુણ કોઈના આત્મામાં જતો આવતો નથી. પૈસા ટકા બીજું અપાય પણ સુખ અપાતું નથી. સુખ આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ હોવાથી કોઈ કોઈને ) ( જાણ કરી ૩)
સંકલનBસ.
A
ahli[B
ENTER,