________________
નથી આપણે એમને પસંદ કરી લીધા. એણે એવી જાતના કર્મ બાંધેલા, આપણે પણ એવાજ કર્મ બાંધેલા, તેથી સંયોગ તેવો થઈ જાય છે. તમારી મરજી માફક વિચાર કરી પસંદ કરવા વિચારવાનું રાખો તો પાર આવે જ નહિ. ધર્મની સ્થિતિએ જીવ સમજયો કેટલું? હજુ આશ્રવને હેયપણે અને સંવરને ઉપાદેયપણે માન્યો જ નથી. શ્રાવક કે સાધુ શક્તિ સ્થિતિ પ્રમાણે સંવર આદરે છે. આશ્રવ રોકે છે. પણ આશ્રવનું ભયંકરપણું અને સંવરનું સુંદરપણું હજુ ભાસ્યું નથી. પણ મહારાજે કહ્યું કે મહારાજનું મોં ન ઠેલાય માટે | પચ્ચકખાણ કરે છે. આ સ્થિતિમાં પાપથી શી રીતે બચે ?
પચ્ચક્કાણની અનિવાર્ય આવશ્યક્તા.
છૂટમાં રાજીપણું રહે. શરમમાં પચ્ચકખાણ થાય તેનો અર્થ શો ? નાના બચ્ચા પોતે રોગમાં ન સમજે. મા-બાપ દવા પાય ને નિરોગી થાય. લાજથી શરમથી બળાત્કારથી પચ્ચક્ખાણથી લાભ થાય પણ સમ્યકત્વની દશા ન ગણાય. બાપની નજર ચૂકવી દવા ફેંકી દીધી- એમાં બાળકે બહાદુરી ગણી. તેમ મહારાજને આંબા પીપળા બતાવી નજર ચુકવી બહાર નીકળી જઈએ. બાધા ન લીધી તો બહાર જઈ રાજી થાય. પણ એ તો અજ્ઞાનને આમ સૂઝે. મારે પાપથી બચવું એ ચોક્કસ, દાકતર ઉપર ભરોસો છે. જમશેદજી દાકતર કહે કે રાતના બાર એક વાગે આવીશ. આખા દહાડાના વાયદા જતા કરીને બાર ને બેના વાયદા આવે. સુરતમાં પણ બાર ને બે એ કહે તો કબુલ. શાથી? દવા લેવી જ છે. એના જેવી બીજી દવા બીજી જગોએ નહિ મળે. એ ઉપર ભરોસો છે. શરીરના દાકતરને રાતના બોલાવીએ તો આત્મા માટે આત્માની ઓળખાણ છે કે નહિ? ચામડાની પ્રીતિને લીધે આટલું બને છે તો આત્માની ઓળખાણ હોય તો કેમ ન બને ? વૈદ તો દવાખાને હોય, આપણી પાસે ચોવીસ કલાક વૈદ રહેતા નથી. છતાં પરેજી કહે તે પાળીએ છીએ. અહીં આપણે વગર ચોકીએ પરેજી પાળીએ છીએ. તો આત્માની ઓળખાણ હોય તો કેટલું રહેવું જોઇએ ? વૈદ દાકટર કહે કે શરીર માટે કહે છે. દરદીના હિત માટે કહે છે એની બદલી જે માણસ વૈદ દાકતર તો કહ્યા કરે તેમ ધારે તેની દશા શી થાય?
મહારાજ તો એમ કહે. શાસ્ત્રકારોનો તો એવો ઉપદેશ હોય એની કિંમત નથી. અહી લાકડામાં(વનસ્પતિમાં) મોકલવા પડે. નિગોદમાં સંદેશો મોકલવો પડે એ જ દશા. આ દશામાં આત્મા આત્માને ઓળખી ન શક્યો. જે પાપની આશ્રવની ભયંકરતા ન સમજે ત્યાં સુધી તે પાપથી બચે શી રીતે ? જ્ઞાન કરાવવાનું કામ તીર્થંકર, શાસ્ત્રો અને ગુરૂ મહારાજનું છે. હિંસામાં પાપની કળ ગોઠવી નથી, પાપની કળ હિંસા સાથે વળગેલી છે. ધર્મની કળ અહિંસા સાથે વળગેલી છે. માત્ર તીર્થકરો જણાવી દે છે. તેમ ઝેરી કઇ ચીજો
કારણ
BEST