________________
'વ્યાખ્યાન - ૬
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
તીર્થક્ર મહારાજા સૂર્ય કે દીપક રતાં વધુ ઉપારી.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણ કરતાં થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્ય રીતે આદ્ય પ્રવર્તકને દેવ તરીકે માન્યા છે. એટલે તે ધર્મ તેમણે ઉત્પન્ન કર્યો. એટલે જૈનોએ તે દેવ પ્રદર્શક તરીકે માન્યા. સૂર્ય પ્રવર્તક નથી, પ્રદર્શક છે. કાંટા-કાંકરાને સૂર્ય બનાવતો નથી, પણ બતાવે છે. પથરા હીરાને બનાવતો નથી પણ બતાવે છે. તેમ જિનેશ્વર મહારાજ ધર્મ અધર્મને બનાવતા નથી, પણ બતાવે છે. હિંસા કરાવાથી પાપ, અહિંસાથી ધર્મ. તે અનાદિથી હતું, પણ જાણમાં નહતું. તે જાણમાં લાવ્યા. પોતે પાપ ઊભું કરીને હિંસા સાથે જોડી દીધું હોય તેમ નથી. હિંસા રોકવાથી પાપનું રોકાણ સર્વકાળ માટે હતું. કોઈ પણ એવો કાળ ન હતો, જે પાપનું રોકાણ હિંસા કરવાથી થતું હોય. રૂમમાં અંધારૂ હોય ત્યાં સુધી સોના લોઢાનો ભેદ ખ્યાલમાં ન આવે. અજવાળું થાય ત્યારે સોનું સોના રૂપે, લોઢું લોઢા રૂપે દીવો જણાવે, તેમ તીર્થંકર ભગવાન પાપને પાપ તરીકે, ધર્મને ધર્મ તરીકે જણાવે છે. તીર્થકર ભગવાન તમારામાં જ્ઞાન ઉત્પન્ન કરવા દ્વારા ઉપગારી છે. જેમ દીવો જ્ઞાન ઉદ્ભવ કરવા તરીકે ઉપગારી છે. હિંસાને પાપના કારણ તરીકે, અહિંસાને પાપના કારણના રોકાણ તરીકે જ્ઞાન ઉત્પન્ન કર્યું. એમ જિનેશ્વર મહારાજા દીપક કે સૂર્યરૂપે એકલા પ્રકાશક તરીકે રહેતી નથી. શાસ્ત્રકારોએ લોગપદવાણું કહીને આગળ ધમ્મદયાણ પદ મૂવું પડ્યું. જીવને ધર્મ ઉપર ધર્મપણાની, અધર્મપણાની બુદ્ધિ હતી નહિ. તે તીર્થંકર મહારાજાએ ઉપદેશથી સમજાવી. હિંસાદિકથી વિરમવું તે પાપને રોકવાનો રસ્તો. આ એકજ રસ્તો. ગૂમડું થઇને પાક્યું, પછી તમારી પાસે બીજો રસ્તો નથી. પાકી ગયું પછી રસી કઢાવ્યજ છૂટકો. પાકે નહિ ત્યાં સુધી રસ્તા છે. પરૂ થયું પછી એકજ ઉપાય કે કાઢવું જોઈએ. તે સિવાય બીજો રસ્તો નથી.
પાપમાંથી નિવૃતિ- પ્રતિજ્ઞાપાલન.
પાપ મારા આત્માને હેરાન કરે છે. પાપને લીધે મારી ખરાબી છે. પાપથી બચવા) સ રાણ
( ર )