________________
છે તો શેષનાગ મણી લાવીને ધોઈને પાણી પી જે. શબ્દમાં સીધી વાત છે. પણ શેષનાગનો મણિ લાવવો શી રીતે ?તે અહીં ભવ્ય જીવોને કર્મ દબાવવાનું કહેવું તે શબ્દમાં સીધું છે પણ બનાવવામાં કકરૂં છે, એટલા માટે પ્રથમ ગુરૂમંત્રમાં એક જ આપ્યું છે કર્મને હણનારાની ટોળીમાં દાખલ થાવ. તમે કોની છાયામાં, કોના રાજયમાં, કોના તાબામાં જાવ છો? કર્મને હણનારી ટોળકીમાં જાવ છો. તો બરાબર છે.
ણમો અરિહંતાણં' પદનો અર્થ.
પ્રથમ ણમો અરિહંતાણં શીખવ્યું છે. વ્યુત્પત્તિથી આનો અર્થ બીજાને ઘણો અઘરો પડે છે. જે આ જિનેશ્વરની પૂજા માનનારા નથી એ કહી આપે છે કે – અશોકવૃક્ષ આદિ આછ પ્રાતિહાર્યોએ કરેલી પૂજાને લાયક બને છે, તેવા અરિહંતને મારો નમસ્કાર. અહ પૂજાયા. પૂજા અર્થમાં અહ ધાતુ છે. જે સ્તુત્ય હોય તેમાં શતૃ પ્રત્યય આવી પૂજાને લાયક તે બની શકે. અહતું. તેને નમસ્કાર. જેને પૂજ્યતા માનવી પરવડતી નથી તેને અહંતુ શબ્દ ઉપર હડતાલ મેલવી. પૂજન જેમને માનવું નથી, સાક્ષાત્ ભગવંતનું પૂજન અને સ્થાપના નિપાની વાત જુદી છે. વળી બરાડા પાડે છે : અ ત્યાગીને ભોગી બનાવ્યા. તો તો પછી જેટલી બાયડીઓ સાધુના ફોટાને અડકે તેનું પ્રાયશ્ચિત્ત સાધુએ લેવું જોઈએ. જો એ તો તસ્વીરને સંઘટ્ટો થયો તેથી તમે સંઘટ્ટાના દૂષિત નથી. તો ભગવાનની પ્રતિમાની પૂજામાં વસ્તુઓ ચડાવવાથી ભગવાનનું ભોગીપણું શી રીતે કહેવાય? તમારે સંઘટ્ટાથી બચવા માટે મૂર્તિ કહી ખસી શકાય તો ભગવાનની મૂર્તિની પૂજાથી ભગવાન ભોગી શી રીતે? ખુદ ભગવાન વીતરાગ દશામાં હતા તે વખતે છત્ર ચામર ધરાય છે તો તે ત્યાગી કે ભોગી? જગતની ઋધ્ધિ સામે દેવતાઈ છત્ર, ચામરમાં રહેલ એક રત્ન બસ છે. એમાં ભોગી ન બને તો ચાંદી સોનામાં શું હતું? જો એવામાં ભોગી ન બને, આવામાં ભોગી શું થવાના હતા? આ વ્યુત્પત્તિ રૂપે તેઓ બોલવા લાયક નથી. હવે નિરૂક્તિથી વ્યાખ્યાઃ કર્મશત્રુને હણનારા ણમો અરિહંતાણે. એ મંત્ર કર્મને હણનારા, વિકારો કર્મને દબાવનારા
સંવર અને નિર્જરાથી કર્મબંધ અને અંત.
શાસ્ત્રકાર ભગવંતે ક્રોધ જીતવો, અનુદય કરણ, ઉદય પ્રાપ્તને નિષ્ફળ કરવો, ઉદયના સાધનથી દૂર રહેવું. કોઈ વખત સાધન મળી ગયા, ઉદય પ્રાપ્તને રોકવો, વિકાર રોકવો, ઉદય રોકવો એટલે કર્મ રોકવા, તપસ્યાથી કર્મક્ષય કરો, સંવરથી વિકાર રોકો, નિર્જરા એ કર્મક્ષય માટે, સંવર એ વિકારો રોકવા માટે, તીર્થંકર મહારાજે વિકાર અને કર્મ બન્ને રોકવા માટે ઉપદેશ કર્યો છે. અનાજ ભુંજાઈ જાય, અંકુર સુકાઈ જાય છે, નવાકર્મો