________________
પૂર્મ અને ઉત્તર્મનું પરિણામ.
જૈન આદિ માનતા નથી. એટલે અનાદિ માનનારા જૈનને પ્રથમ કર્મ કે પ્રથમ વિકાર? એ પ્રશ્ન પૂછાય જ નહીં. જે માણસને અંગે લીધાની કબૂલાત થાય પછી એ સવાલ થાય. પણ લીધું નથી તેવાને વક્ર પ્રશ્ન પૂછો તો ? લાઈન બહારનો પ્રશ્ન છે. વસ્તુ જાણતો નથી, વસ્ત લીધી નથી, તેને લીધાનો સવાલ શી રીતે પૂછાય? પણ એક વાત કરી શકીએ કે બંનેમાં કારણ કાર્ય કોણ? ઉત્તરમાં જણાવવાનું કે વિકારની અપેક્ષાએ પૂર્વકર્મ કારણ, ઉત્તરકર્મની અપેક્ષાએ પૂર્વવિકાર કાર્ય. આ જગોપર જેઓ કેટલાક શબ્દથી ભડકવાવાળા હોય છે. બાવાની જમાતને તેના ભક્ત નોતરું દીધું. જમાતમાં એક જન્માંધ બાવો છે. આને કોણ દોરી જાય? જમીને આવ્યા એટલે અંધે પૂછયું કે શું જમ્યા? જવાબ આપ્યો: ખીર પુરી. ખીર શું? જમાતે કહ્યું : ગાયના દૂધ ચોખા રાંધે તે, ગાય શું? સફેદ બગલા જેવું પ્રાણી, બગલો શું? આકાર બતાવ્યો. બગલા તુમ ખાયા. મેરા તો ગલા ફાટ જાય. તે આકારમાં ચાલ્યો ગયો. દૂધ આવા બગલા આકારનું હોય. આવી રીતનો ખોરાક ખાવાથી મારું ગળું ફાટી જાય. જન્માંધ બાવો બગલાનો આકાર દૂધ અને ખીરમાં આકાર રહી ગયો અને ભડકી ગયો. તેમ કેટલાક બિચારા સ્યાદ્વાદ શબ્દથી ભડકેલા છે.
સ્યાદ્વાદને સમજવા પ્રયત્ન ો.
તમને એમ થાય કે કારણ એ કાર્ય કેમ થાય? અને કાર્ય એ કારણ કેમ થાય? પણ જરા વિચારો ! દાણો કાર્ય કે કારણ? અંકુરની અપેક્ષાએ કાર્ય અને નવો અંકુર થશે તેનું કારણ છે. એક જ બીજમાં કાર્ય કારણપણે બે છે. વિરુધ્ધ ધર્મ હોવા છતાં એક બીજમાં બને છે, પણ જુદી જુદી અપેક્ષાએ. તેમ અહી કર્મ અને વિકાર. કર્મને અંગે પૂર્વના વિકારને અંગે કાર્યપણું, ઉત્તરમાં કર્મનું કારણપણું – વિકારથી કર્મ, કર્મથી વિકાર એમ પરંપરા ચાલ્યા કરે. જો ખરેખર આમ બંધાએલું છે, તો અંત કોઈ દહાડો આવવાનો નહિ. બીજ અંકુર કર્યા કરશે, અંકુર બીજ કરશે. તો અંત નહીં આવે. તો શેકો છો, ભૂજો છો રાંધો છો તેનું શું થાય? બીજા કારણ મળે તો થાય. તેમ વિકારો થાય તો તે કર્મથી થાય. અંકુરનું બીજ થાય, બીજનો અંકુર થાય, પણ બધા અંકુરના બીજ થાય કે બધા બીજના અંકુર થાય તેવો નિયમ નથી. એ નિયમ ન હોવાથી જિનેશ્વરનો ઉપદેશ થાય છે. નહિતર જિનેશ્વરને બોલવાનું હતું જ નહિ. કર્મથી વિકાર થાય, વિકાર હોય ત્યાં કર્મ થઈ જ જાય. ત્યાં જિનેશ્વરના ઉપદેશની જરૂર ન હતી. જિનેશ્વરનો ઉપદેશ આ છે : કર્મ અને વિકારને અસમર્થ બનાવો. કર્મ અસમર્થ કેવી રીતે બનાવાય? ભલભલા તીર્થંકર અગર ગણધરનું જોર નથી ચાલ્યું તેવા કર્મને અસમર્થ બનાવવાનું કહેવું તે અશક્ય ઉપદેશ છે. તાવ આવ્યો