________________
અગર આખું જીવજીવન જોવું હોય તો આગમ અરીસો જરૂરી. એમણે બતાવ્યું ન હોત તો | જીવજીવન છે એમ ગણાત નહિ. અને જાણ્યું ન હતું તે મેળવવાની મહેનત કરવાની નહતી. મેળવ્યા પછી રક્ષણ કેમ કરવું? તેમજ તમામ જીવજીવનની સ્થિતિ બતાવી, વેડફાતુ-નકામું જતું-ખ્યાલ બહાર જતું આખું જીવજીવન એમણે જણાવ્યું. તે માટે એ ઉપગારી.
શરીર અને આત્માનો ર્મજન્ય સંબંધ.
એ ઉપગારીએ પહેલા શું જણાવ્યું? આ જીવ બંધાએલો છે, બંધાતો છે અને બંધાશે. શાનાથી? બંધાવાની વાત આવે તો બાંધનારી ચીજ કઈ? આસ્તિક માત્ર ટૂંકા શબ્દોમાં ખુલાસો કરી શકશે આત્માને બાંધનારી ચીજ કર્મ, કર્મ આત્માને બાંધનારી ચીજ. તો તે કર્મ, રૂપી કે અરૂપી? અરૂપીને બંધ હોય નહિ. રૂપી અરૂપીને બાંધે નહિ, કર્મરૂપી છે તો અરૂપી આત્માને બાંધે શી રીતે? પણ હાથ કંકણને અરીસાની જરૂર ન પડે. પ્રત્યક્ષ પદાર્થને છાયા (ચિહ્ન) દ્વારા નિશ્ચિત કરવાનું ન હોય. પ્રત્યક્ષમાં અનુમાન ન કરવું પડે. રૂપી કર્મ વડે અરૂપી આત્મા કેમ બંધાયો? પણ આ નજરે હેવાલ જોઈ લ્યો. હાથ આમ રાખી એના ઉપર થઈ ગોળી ચાલી જાય તો ન વાગે. વચમાંથી જાય તો વાગે, વેદના થાય એ સાથે આત્મા સંબંધમાં આવ્યો છે.
શરીર રૂપ પૂલ પદાર્થ સાથે આત્મા બંધાએલો છે. શરીર બોલે છે શાથી? આત્મા અંદર છે તેથી. શરીર સરખા સ્થૂલ પદાર્થથી બંધાઈ જાય તો કર્મ જેવા બારીક પદાર્થથી આત્મા બંધાય એમાં શંકા શી? આત્મા અરૂપી છતાં રૂપી એવા કર્મથી બંધાય છે તેથી શરીર અને આત્મા બંધાયેલા છે એ વાત પ્રત્યક્ષ છે તો આત્માને કર્મ સાથે સંબંધ થવામાં આશ્ચર્ય નથી, પણ સંબંધ થયા ક્યાંથી ? પહેલા કર્મ આવ્યા કે પહેલા વિકાર થયો? જો કર્મ આવ્યા હોય કે પછી વિકાર થયો તો શું વગર વિકારે કર્મ આવી ગયા ? તો સિધ્ધપણામાં પણ વગર વિકારે કર્મ લાગી જશે. એમ વગર વિકારે કર્મ લાગે એમ માનવું પડે. પણ વગર વિકારે કર્મ ન મનાય. પહેલા કર્મ માનવા કે પહેલા વિકાર માનવા? ખરી વાત તો એ પ્રશ્ન જગતની આદિ માનનારા માટે છે. જેમ કોઈ વક્રપણાનો પ્રશ્ન કરે : અરે ભાઈ ! તે ધન ચોરીને દાઢ્યું હતું કે ગુંજામાં ઘાલ્યું હતું? ઉઠાવ્યું હોય તેને એ સવાલ કરાય, પણ જે જાણતો નથી એવાને એ સવાલ કરાય? કહો કે બેઅદબી કરી ગણાય. એમ અહીં પ્રથમ કર્મ કે પ્રથમ વિકાર ? એ સવાલ જૈનને અંગે નથી. આદિ માને તેને એ સવાલ કરાય. પહેલ (આદિ) ન માને તેને એ સવાલ નથી. એમ અહીં જૈનની સામા સવાલ શી રીતે થાય? (અષ્ટક પ્રકરણ
અનારકી પકડી