________________
વ્યાખ્યાન
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
આત્માની ઊંચી-નીચી અવસ્થા અનાદિથી છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને કરતાં થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયા. અહીં જૈનોમાં મતના પ્રવર્તક એ દેવ નહિ. પણ વાસ્તવિક રીતિએ પ્રદર્શક એ દેવ. બીજાઓને ધર્મની શરૂઆત માનવી છે. તેથી જગતની શરૂઆત માનવી પડે છે. અહીં ધર્મની શરૂઆત માનવી નથી. અધર્મ સર્વકાળે હતો જ. એવો એકેય કાળ ન હતો કે જેમાં જીવો પાપ બાંધતા ન હતા. પુણ્ય અને પાપનું બંધન સર્વકાળે છે. તો ધર્મ અધર્મની હૈયાતિ સર્વકાળે માનવી પડે. જો સર્વકાલે પુણ્ય પાપની સત્તા ન માની શકીએ તો જીવની હૈયાતિ માની શકીશું નહિ. જીવને ઊંચી અગર નીચી અવસ્થા, બેમાંથી એક અવસ્થા જીવની જરૂર માનવી પડે. જીવની ઊંચી નીચી અવસ્થા માનવીજ પડે. તેથી પુણ્ય પાપ અનાદિના માનવા પડે. તો પુણ્યના કારણભૂત ધર્મને અને પાપના કારણભૂત અધર્મને પણ માનવા પડે. નહિતર વગર ધર્મે પુણ્ય, વગર અધર્મે પાપ થઇ ગયું, પણ તેમ માની શકાય નહિ. જીવ અનાદિનો છે તો તેની ઊંચી નીચી અવસ્થા પણ અનાદિની છે. અનાદિની બધી સ્થિતિ પેલાઓને એટલે કે ધર્મ બનાવનારાઓને ઉથલાવવી પડી. પણ બતાવનારને કશો વાંધો નથી. જેઓને ધર્મ બનાવનારનો દાવો નથી રાખવો પણ બતાવનારનો દાવો કરવો છે તેમને જીવનું અનાદિપણું માનવામાં હરકત પડતી નથી. જૈન મતે બતાવનારને દેવ માનવામાં આવ્યા.
ઇન્દ્રિયોથી થતું દમન.
હવે બતાવનારમાં એટલી કીંમત શી ? જો બનાવનાર હોય તો કીંમત. હીરાને બતાવનાર માટે વિચારો : પૈસાની ૧૦૦ દીવાસળી. એક સળગાવીએ તો પણ હીરો દેખાય. તેમાં દીવાસળીની કીંમત શી ? આંખ બતાવનાર કે બનાવનાર ? જગતના પદાર્થોને આંખ બતાવનાર છે માટે આંખની કીંમત નહિ ને ? એક વાત. બીજી વાત એ
સહ