________________
આત્માની સ્થિતિ સમજવા માટે નવતત્વનું સ્વરૂપ વિચારવું જોઇએ. ]
નવતત્ત્વ એ આપણા આત્માના દરદનો ફોટો છે. ક્યા કારણથી દરદ થયું? તેને || કેમ રોકાય? તેથી નવતત્ત્વની દેશના છેકલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી દેશનામાં નવતત્ત્વ જણાવે છે, પણ જેમાં પદાર્થો કહ્યા છે તે આત્મનો આખો ફોટો છે. હવે રોગનો નાશ કેમ થશે? એ પણ બધો ફોટો રજૂ કરનાર નવતત્ત્વ છે. ફોટો દરદને || કરતો નથી, દરદને દેખાડી દે છે. તમે તમારું સ્વરૂપ જાણો. ધર્મ કેમ બને છે? ધર્મ એ જગતનું સ્વરૂપ કરનાર નહીં, બનાવનાર નહીં, પણ બતાવનાર છે. જિનેશ્વર મહારાજને || ધર્મના આદ્ય પુરૂષ જગતનું સ્વરૂપ બતાવનાર તરીકે કહ્યા. આવા જિનેશ્વર મહારાજ અનાદિ અનંતીમાં અનંતા ચોવીસી થઈ ગયા છે. ઈતર લોકોને ધર્મના બનાવનાર બનવું | છે, તેથી અનાદિની થિયરી તોડી પડે છે. બનાવનાર ક્યારે? બતાવનાર નિકળે ત્યારે. ધર્મના બતાવનાર માને તેને જૈનો અનાદિ માની શકે છે. અન્ય મતવાળાને બતાવનાર હોવાથી અનાદિ રાખવું પાલવે નહિ.
દાકતરને ત્યાં ફોટા દરદીના વધારે હોય, તેમાંથી દરદથી મુક્ત થએલાના ફોટા હોય. પરંતુ જે મુક્ત થયા નથી તેવાનો ફોટો હોય નહિ. કર્મવ્યાધિથી મુક્ત થયા છે. મિથ્યાત્વી, સમકિતી, સિધ્ધ દરદ ઘેરાએલાનો વિચાર કરો. એક વ્યક્તિ દરદ ત ઘેરાઈ ગએલો છે, બીજો કંઈક કંઈક ઘેરાવો ઓછો કરે છે, ત્રીજો સર્વથા મુક્ત થાય ત્યારે કેવા હોય? અહીં પાંચ પરમેષ્ઠિનો ખ્યાલ આવશે. સિધ્ધ મહારાજ આ માટે પરમેષ્ઠિમાં મૂક્યા. નિરોગી થઈ દવાખાનામાંથી નીકળો ત્યારે કેટલો હર્ષ થાય છે? પાંચ પરમેષ્ઠિમાં નિરોગી થઇ નીકળનારા સિધ્ધ મહારાજા. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ નિરોગી થઈ નીકળનારા છે. એ જ જીવ જન્મે જરાય સાથે. બધા બાળક બાલિકાઓ ઓળ સાથે જન્મે છે તેમ આ જીવ અનાદિ કાળથી કર્મથી વીંટાએલો છે. એને યથાસ્થિત પ્રતીતિરૂપ સમ્યકત્વ થયું નહિ. તે સાથે વ્રત પચ્ચકખાણની પ્રતીતિ થઈ નહિ. તે જ સમ્યકત્વની જડ. મિથ્યાત્વ એ કારણ ન ગમ્યું એટલે અવિરતિ કર્મબંધનું કારણ છે. એ અવિરતિ અનાદિથી લાગેલી છે એની પ્રતીતિ થાય તે સમ્યકત્વ. જે આવી પ્રતીતિમાં આવ્યો તે મિથ્યાષ્ટિમાં ન હોય દોહિં.” બે કારણથી સમ્યકત્વ પામવા મતિજ્ઞાન, કેવળજ્ઞાન પામે આરંભ-પચ્ચકખાણેણં પરિગ્રહના પચ્ચકખાણથી સમ્યકત્વ પામવા મતિજ્ઞાન પામવું. એમાં આરંભ અને પરિગ્રહ કારણ ક્યાંથી જડ્યું? જ્ઞાન રૂપી પચ્ચકખાણની બુદ્ધિ ત્યાં હોવી જ જોઈએ. આરંભ તોડવાની બુદ્ધિ અને પરિગ્રહ છોડવાની બુધ્ધિ જરૂરી છે. એકવિધ અસંજમથી પડિકમવાનું. અવિરતિ એ જ કર્મબંધનું કારણ. એ જ્યારે આત્મા લક્ષ્યમાં લે તો જ
- આ પણ