________________
ગરમી આવે. બીજાઓ રુપી અરુપી વસ્તુ સમજતા નથી.
સર્વજ્ઞની દૃષ્ટિ
આત્મા શબ્દ પણ બીજા દર્શનકારોએ નકલી ઉત્પન્ન કર્યો છે. જે વસ્તુ જાણે તે જ નામનું ઉત્થાન કરે. જે નથી જાણતા તે મનુષ્ય વસ્તુનું નામ ઉત્થાન કરી શકતો નથી. ચોપડીનું જ્ઞાન ન હોય તે ચોપડી શબ્દ બોલે નહિ. કૈવલ્ય સર્વજ્ઞપણું માને, પણ તેના સાધન તરીકે વીતરાગપણું નથી. તેઓ આત્મા જોનારા નથી તેમને આત્મા શબ્દનું ઉચ્ચારણ ક્યાં? પદાર્થ દેખે પછી ઉચ્ચારણ. વાચ્ય વિના કોઇ દિવસ વાચકનું ઉત્થાન નથી. વાચ્ય જ ખ્યાલમાં નથી આવ્યું. કેવળજ્ઞાન સર્વજ્ઞતા વિનાના છે. વીતરાગતા વિનાના છે. એટેમ્સ જેમણે દેખ્યા તેમણે એટેમ્સ શબ્દ ઉત્પન્ન કર્યો તે શબ્દનું આપણે અનુકરણ કર્યું. તેથી સર્વજ્ઞે કેવળીએ આત્મા દેખ્યો તે આપણે બોલીએ છીએ. આત્માને દેખીને આપણે આત્મા શબ્દ બોલતા નથી. જેઓ સર્વજ્ઞ સર્વદર્શી ન હોય તે આત્મા દેખે નહિ. સર્વજ્ઞ સર્વદર્શી થયો તે સર્વ દેખે. પણ આ અરુપી-એને દેખવાનું શું ? એક બાજુ અરુપી, ને એક બાજુ દેખવાનું કહો છો એ વસ્તુ ઘટતી નથી. સુખ અને દુઃખ થાય તે ચીજ ખરી કે નહિ ? એમાં ભ્રમ છે ? સાપને દોરડામાં ભ્રમ કહી દેવાય પણ સુખદુઃખમાં ભ્રમ છે ? બોલ ભાઇ, સુખ કાળું ધોળું પીળું કેવું ? દુઃખ કેવું ? જાણે છે ખરો ને ? જેને રૂપ ૨સ ગંધ નથી તેને જાણ્યુ કે નહિ ? તેમ સર્વજ્ઞ તારા આત્માને જાણે ત્યારે આત્મામાં રહેલા સુખદુઃખ જાણે કે નહિ ? સુખદુ:ખ આપણે પોતે જ જાણીએ છીએ. આપણા આત્માના અનુભવે રૂપાતિ રહિત સુખદુઃખ આપણે પોતે જ જાણીએ છીએ, અનુભવી શકીએ છીએ, તો સર્વજ્ઞ જાણે એમાં નવાઇ નથી. આ આંગળીમાં રૂપ રસ ગંધ સ્પર્શ, એ ચારે ઉઠાવી લ્યો. દ્રવ્ય ન ઉઠાવશો. જે ગુણ જેમાં રહ્યો હતો તે વસ્તુ, તેમાંથી ગુણ કાઢી લ્યો. આત્મા ચીજ અરૂપી છે છતાં દ્રવ્ય તરીકે છે, તેથી રૂપ વગર પણ તેઓ દેખી શકે છે. આત્મા શબ્દ ત્યારથી શરૂ થયો. જેમ, લુગડું દેખે ત્યારે તેની ભાત દેખે, ભીંત દેખે તો ચિત્રામણ દેખે. ભીંત નથી દેખતો ને ચિત્રામણ દેખું છું એ ઢંગધડા વગરનું ખાતું છે, અવિરતિ આત્માને ને દેખે અને પુદ્ગલ દેખું છું. એકલા પુદ્ગલો દેખે ત્યાં સુધી કર્મની તાકાત. કર્મે આવીને જ્ઞાન રોક્યું. જે આત્મા તેના ગુણો નથી જાણતો તે જ્ઞાન ક્યાંથી જાણવાનો ? અમુકે જ્ઞાન રોક્યું તે ક્યાંથી જાણવાનો ? આત્મા તેના ગુણો વગેરે જાણી શકે નહીં માટે જગતના સર્વ આત્માને દેખનારા સર્વજ્ઞ ભગવાન બધાને બતાવવા લાગ્યા : જ્ઞાનાદિને કોણ રોકે છે ? રોકનારો કેમ આવ્યો ? જિનેશ્વર આવા હોવાથી તેમને બતાવનાર કહ્યા. જૈન શાસ્ત્રકારોએ નવતત્ત્વ ભણવાનું કેમ જડમાં(મૂળમાં) રાખ્યું છે તે સમજાશે.
૨૩