________________
સમ્યકત્વવાળો સમજવો. અભવ્ય મિથ્યાદષ્ટિ વ્રતો પાળે, તપસ્યા કરે છતાં તેના વ્રતો કે તપસ્યાને આપણે ગણતરીમાં લેતા નથી. કેમકે અવિરતિથી ડરીને વ્રત તપસ્યા કરતો નથી પણ દેવલોકની ઇચ્છાએ કરે છે. આ પાપ ન કરૂં તો દેવપણું મળે. તે અપેક્ષાએ સાધુપણું પાળે છે. દેવલોકાદિ સુખની ઇચ્છાએ અભવ્યો, મિથ્યાષ્ટિઓ ધર્મ કરે.
અનાદિથી અવિરતિ આત્માને લાગેલી છે તેથી કર્મો આવી રહ્યા છે. વ્રતો ન કરે પણ વ્રત કરણીય છે તેમ માનનારા પણ પડેલા છે. પણ અવિરતિ રોકવાના અંગે વિચારીએ તો અવિરતિનું રોકાણ માને તેનામાં જૈનત્વ કહેવાય. અવિરતિથી કર્મ આવવાનુ ન માનીએ તે વ્રતો લેવાના હોયજ નહિ. એટલે જૈનત્વ ત્યાં કે જ્યાં અવિરતિનું રોકાણ માને.
અન્ય મતવાળા તત્ત્વો શી રીતે માને છે ?
સામાન્યથી તમે નવતત્ત્વ માનો છો તેમ બીજા પણ માને છે. વૈષ્ણવો, શૈવો, જીવ અને જડ માને છે. કર્મ આવવું -રોકવું -તૂટવું - બંધાવું -મોક્ષ થવો તેમ માને છે. તેઓ અને આપણે બન્ને નવતત્ત્વો માનીએ છીએ. તો આપણે સમીતિ અને તેઓ મિથ્યાત્વી એનું કારણ? એ લોકો જીવ માને છે ચૈતન્ય સ્વરૂપ નહિ પણ ચૈતન્યનું કુંડું. કુંડામાં ચૈતન્ય રહે. કુંડ ચૈતન્યમય નહિ. તે રીતે અન્યધર્મી આત્માને જ્ઞાનનો આધાર માટે પણ જ્ઞાનમય નહિ.
આશ્રવ અવિરતિ દ્વારા, સંવર નિર્જરાથી કર્મ સર્વથા કર્મ છૂટી જાય. આથી અવિરતિ એ સંસારની જડ. અવિરતિથી વિરમવું તે સંસારથી વિસ્તાર પામવાની જડ છે. જિનેશ્વરે જીવનો અવિરતિ સ્વભાવ જણાવ્યો તેથી જિનેશ્વરને અધિક માનીએ છીએ, બીજામાં ચાલતો ઘોડો નહિ તે લાકડાનો ઘોડો. સર્વજ્ઞપણાને અંગે થનારું આત્માનું જ્ઞાન વગેરે ન માન્યા. જગત બનાવ્યાના નામે પરમેશ્વર મનાવતા તેમને એકજ વસ્તુ કહીઃ સંસાર માયાજાળ છે. તો માયા જાળને કરી તેવા ઈશ્વરનો ઉપગાર માનવો છે? કાં તો એ પરમેશ્વરનો ઉપગાર નથી, અપકાર છે. નહિતર માયા જાળ ન માનો. ઉપગારી માયા જાળથી કહેનારા માયા જાળમાં ફસાયા, પણ ત્યાગી નહિ. માયા જાળમાં ફસાયેલા સિવાય માયાજાળ જણાવે નહિ, લાકડાના ઘોડે રમવા માંડ્યું, સાચો ઘોડો મલ્યો નહિ. બતાવનારની દૃષ્ટિએ પરમેશ્વને માને તો માત્ર જૈનો જ માને. આ ઉપગાર હોવાથી શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજા પ્રત્યાખ્યાન નામનું અષ્ટક કહે છે. તે પ્રત્યાખ્યાનના કેવા પ્રકાર છે? તે વિશે શાસ્ત્રકાર શું જણાવશે? તે અધિકાર અગ્રે વર્તમાન.
છે ને નવું
છે
S