________________
કે જીંદગીને બતાવનાર કેટલો ઉપગારી ગણાય? જડજીવનને બતાવનાર ઉપગારી તો જીવજીવનને બતાવનાર કેટલા ઉપગારી ગણાય? શરીર, રસના, શ્રોત્ર, ચક્ષુ, આ જડ મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ, આયુષ્ય, આ બધાને અડચણ ન આવે. આ પ્રાણોના રક્ષણ માટે દરેક ભવમાં પ્રયત્ન હતા. દેવતા નારકી મનુષ્ય તિર્યંચગતિમાં ચાહે તેમાં જડજીવનની રક્ષા ચાલેલી હતી જ. આત્માને આધારે શરીર છે પણ નેતા જડ છે. આત્માને ચાહે જેટલું દેખવું હોય પણ આંખ અનુકૂળ ન હોય તો દેખી ન શકે. તેમ બીજી ઇન્દ્રિયોમાં પણ એવું જ છે. આત્માને જીવવું હોય લાંબો ટાઇમ પણ આયુષ્યના પુદ્ગલો ન હોય તો શી રીતે જીવી શકે ? 'સત્યાં હિ નિવૃત્તિ નિવૃત્તિ (અત્યંતર આકાર) બને ત્યારે જ ઉપયોગલબ્ધિ કામ લાગે. દ્રવ્યથી ઇન્દ્રિય ન હોય તો ક્ષયોપશમ ઉપગરણ કામ ન લાગે. પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણના રક્ષણ માટે આપણે પ્રયત્ન કર્યો જ ગયા. પણ નાના બચ્ચા બાર વરસના થાય તો પણ આબરૂને ન સમજે. ઘરમાં રમે છે છતાં પણ આબરૂ કયા ખૂણે છે તે સમજતા નથી. જેમ બચ્ચાને આબરૂવાળા ઘરમાં જ રહેવાનું છતાં આબરૂનો ખ્યાલ નથી. તેમ આત્મા જીવજીવન જોડે છે છતાં જીવજીવનનો ખ્યાલ આવ્યો જ નથી. માત્ર જડ જીવનનો ખ્યાલ છે. શરીર, જીભ, કાન, આંખ વગરે દસ પ્રાણી બચાવવા જ ઉદ્યમ છે. હું કોણ? ને મારું શું? એનો જ બચાવ હું કરું, એ વિચાર ક્યારે આવ્યો? આંખ ઘણી ડાહી છે. આખા જગતને દેખે છે, પણ અસમર્થ ક્યાં? પોતાને દેખવાને જ આંખ અસમર્થ.
જીવજીવનને જાણવા આગમ-અરીસો.
આ આત્મા અનાદિ કાળથી જડના જીવનને જોવામાં જબ્બર પરાક્રમવાળો છે. પણ પોતાના ગુણ કે સ્વરૂપને જોવાનું આત્માને સૂઝતું નથી. જગતને આંખ જુવે છે પણ પોતાને જોતી નથી. આંખને અરીસો મળે તો જ આંખ આંખને જુવે. એમ આ આત્મા અત્માને જોઈ શકે નહિ, સિવાય કે સર્વજ્ઞ ભગવાનના આગમરૂપી અરીસો. આ અરીસો મળે તો જ આપણે આપણા આત્માને જોઈ શકીએ. અનાદિકાળથી જડજીવન જીવ્યા અને જગતને જોયું. પણ આત્માને જોવાનો અવસર શક્ય નથી. શરીરના તાવને બતાવનારા થરમામીટર એ તાવનું માપ આપે પણ તાવ આવવાનું કારણ શાથી? તે રોકશે? તે બધું થરમામીટર ન જણાવે. પણ સર્વજ્ઞ ભગવાનના વચનરૂપી થરમામીટર આત્માને કર્મ કેમ બંધાયા, ને કર્મ કેમ રોકાયા, ને કેમ તુટે, એ બધું બતાવે છે.
આપણને જીવજીવનની ઝાંખી સરખી પણ ન હતી. આંખ ભમરડા જેવી મોટી હોય પણ પોતાનો ખૂણો દેખવાની તાકાત આંખમાં નથી. જીવજીવનનો એક અંશ સમજવો હોય
RD