________________
ખાતામાં રાખી વ્યાજ લેવા જવું તો વ્યાજ નહિ મળે પણ ઠપકો મળશે. તેમ પાપ નહીં કરો ને પચ્ચકખાણ ન કરો તો ઠપકો લાગશે. દુનિયામાં અવળચંડાને સીધું ન સૂઝે. કહો સીધું તો અવળું સૂઝે. મોજમાં છોને ? તેઢે ચલે તો માર ડાલીએ. અનાદિકાળથી પચ્ચખાણ લીધા નથી. તેથી અવિરતિના કર્મ લાગ્યા છે. પચ્ચકખાણ લઈએ તો પાપ રોકાય, પણ અવળી વાત લ્ય, સીધી વાત ન લ્ય. અમારે તો જેટલું પાપ ન કરીએ, તેટલું પણ ચુકવવાનું થયું. પાપ ન કરીએ પણ પચ્ચકખાણ ન કર્યું એટલે પાપ તો લાગવાનું. તો પાપ ન કર્યું તો પાપ લાગવાનું જ છે તો પાપ ન કર્યું એ ચૂક્યાં. સીધી વાતની જગો પર પાપ ન કરીએ કે કરીએ તો કરમથી બંધાઈએ છીએ. તો પછી પાપ કેમ ન કરવું? સાચાની પ્રતિજ્ઞા ન કરીએ તો જુઠનું પાપ લાગવાનું જ છે. તો સાચાની કિંમત ન રહી. હવે સાચું બોલવાની માથાકુટ શા માટે રાખવી ? અમારે સાચું જૂઠું એક ભાવમાં ગયું ? પણ મહાનુભાવ! એકલા અવિરતિના કર્મ માન્યા હતે તો તારું કહેવું ખરું. પણ કાયદામાં મેંબર થયો એટલા માત્રથી બધા ગુના લાગુ નથી પડતા. કયા કયા નંબરે કેટલો કેટલો ભાગ લીધો - તે સજાની તીવ્રતા મંદતા કાર્ય કરનાર ઉપર છે, ભાગ લેતો હોય તે પ્રમાણે.
કર્મબંધની સ્થિતિ
અવિરતિમાં કષાય અને યોગ ભળ્યા હોય તો તેમાં રાતદિવસનો ફેર છે. યોગ અને કષાય ભળે ત્યારે અને અવિરતિ એકલી હોય ત્યારે – બંને વખત કરમ જુદી જાતનાં બંધાય. આ કારણથી ચાર કારણે નરકનું આયુષ્ય બાંધે. એ જગોએ અવિરતિને નરકના કારણમાં ન જણાવી. ગુનેગાર થયા છતાં તેવો ભાગ ન લીધો હોય તો તેવી સજા થતી નથી. અવિરતિ ટીપના નામ જેવી, કષાય અને યોગ ભાગ ભજવવા જેવું. કષાય અને યોગ બંને કરમબંધના કારણો છે. સાચા જુઠામાં ફરક માનવા જાવ છો અવિરતિની વાત ઉડાડવા માંગો છો. પણ ધ્યાન રાખવાનું કે એકલા અવિરતિથી કર્મબંધ માનતા નથી, પણ કષાય અને યોગની તીવ્રતા મંદતા તે કર્મબંધની તીવ્રતા મંદતા. અવિરતિથી સામાન્યબંધ, યોગ-કષાયથી તીવ્રબંધ થાય. એકેન્દ્રિય મંદમાં મંદ કષાયવાળા, છતાં બેડો પાર નથી થતો, ચોથે પાંચમે છ ગુણઠાણે ચડેલા એ જીવો એકેન્દ્રિય કરતાં ઘણાં તીવ્ર કષાયવાળા છે, છતાં સંજ્ઞી હોવાથી તે ચઢતાં છે. કારણકે અવિરતિના બારણા રોક્યા છે. આથી અવિરતિ ઉપર જોર આવે છે. અહીં જૈન શાસનના પગથીએ ચડ્યા ત્યારથી પ્રથમ પગથિયામાં આવ્યા છીએ. એ પાપ રોકાયા છતાં અવિરતિનું પાપ ન રોકો ત્યાં સુધી સંસારના બારણા બંધ કરવા માંગો છો તેમ કહેવાય નહિ. શિષ્યએ પ્રશ્ન કર્યો કે કારણ શું? સંસારનું? નિયુક્તિકારે કહ્યું અસંજમો અક્કો. એક અસંખમ કારણ. સાધુઓ રોજ બબ્બે
ચાણક પ્રક્સણ
C
પjરાવતી HTML