________________
આવશ્યક. ચોમાસ-પક્ની-સંવર્ચ્યુરીએ કરેલું આવશ્યક નહીં કહેવાય. રાત્રિ દિવસ પૂરી થવાની અંદર જે કરવામાં આવે તે આવશ્યક. આથી નિર્જરા મોક્ષ મેળવવાના તો કોઈ કાળે ક્ષેત્રે ફેર પડેલો જ નહીં.
ધર્મની અનાદિ કેણ કહી શકે?
તમારે તો ધર્મને કહેનારા હોય તે જિનેશ્વર કહેવાય. જે કાળે જે જિનેશ્વર થાય તે કાળે તેમને જે યોગ્ય લાગે તે ધર્મ કહેવાય. એમ શંકાના સમાધાનમાં કહ્યું. નહીંતર જૈન ધર્મને અનાદિ અનંત કહેવાય નહીં. જે ધર્મ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની છાયા પાડે તેમને અનાદિ ધર્મ કહેવાનો હક નથી. જૈનધર્મ; જેમને ધર્મ ઉપર કાળ ક્ષેત્ર ભાવની છાયા નથી. આશ્રવને કેમ છોડવો? સંવર કેમ સાધવો? તે ક્રિયામાં આચારનો ભલે ફેરફાર થાય પણ તેની ખરી જડમાં ફેર ન પડે.
જૈનધર્મનું અનાદિપણું સિદ્ધ છે.
સર્વકાળે એક જ મુદ્દાથી ૩૩ સાગરોપમની સરાગ ખાતાની સ્થિતિ ન નડી. જૈન ધર્મની સદાકાળ એજ સ્થિતિ માનવાને લીધે ભગવાન શ્રી ઋષભદેવજી દીક્ષા લઈ વિચરે છે. શ્રેયાંસકુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે છે. આવું ક્યાંક દેખ્યું છે-એમ વિચારે છે. સર્વાર્થ સિધ્ધથી શ્રી ઋષભદેવજી આવ્યા છે, એ પહેલાં મહાવિદેહમાં શ્રીવજજંઘ નામે આચાર્ય હતા. નહિતર જાતિસ્મરણનો વખત નથી. જો મહાવિદેહ અને અહીંનું સાધુપણું જુદું હોત તો શ્રી ઋષભદેવજીએ કઈ ભાવનાથી તીર્થંકરપણું બાંધ્યું ? ઋષભદેવજી વજજંઘ આચાર્યના ભવમાં તેના રીતરિવાજ ધર્મ જુદા હોત તો એની ભાવનાએ શાસનના ઉધ્ધારની જગતના ઉધ્ધારની ભાવના કરી પ્રથમ ધર્મ સ્થાપનારની ભાવના થઈ તીર્થકર નામકર્મ બાંધ્યું તો ફળીભૂત થાય ત્યારે શી સ્થિતિ ? એમ શ્રી ઋષભદેવજીના વખતે જે કોઈએ તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તેને તે જ ભાવનાએ એ ભાવના ક્યાંથી લાવવી? અનાદિથી એક સરખો ધર્મ ન માનો તો જાતિસ્મરણ જ્ઞાન શી રીતે થશે ? દાદરે ચડવું તે ચોક્કસ, દાદર ફરે તેથી મેડો ન ફરે. અવસર્પિણીના લાયક જે જીવો હોય તેમને તે લાયક ધર્મ ઉપદેશાય. આચરવા માટે જાણવા માટે સરખા જ કહેવાય. જૈન ધર્મ એટલે જે જૈનધર્મ અનાદિનો શાશ્વતો નિત્ય કહીએ છીએ તે, તેમાં આશ્રવની હેયતા ને સંવરની ઉપાદેયતા. મોક્ષના ઉપાદેયપણામાં ક્યારેય ફરક નહીં પડે. તેથી આનું નામ જૈન ધર્મ. જેઓ જે મતને પ્રવર્તાવતા હોય તે દેવ તરીકે મનાય છે. બીજામાં ધર્મ પ્રવર્તાવનારા દેવ મનાયા તેમ અહીં જિનેશ્વર દેવ તરીકે મનાયા છે. આ એ હીરો ને આ એ હીરો એમ કહેવા જેવું થાય. એ પ્રવર્તક તરીકે મનાયા ને આપણા પણ મનાયા. અષ્ટકJરણી ( ૫ )