________________
નથી મળ્યો એટલો જ વખત બંધ છે. કંદમૂળ ખાવાનો વખત નથી આવ્યો માટે બંધ છે. તારા રૂપિયા લીધા છે કબૂલ કરું છું, પણ સહી નહીં કરી દઉં. મકાન વેચાતું આપ્યું એમ સહી નહીં કરું. રૂપિયા તારે ત્યાંથી લાવ્યો છું, પણ સહી નહીં કરું - એનો અર્થ શો? આ બદદાનત કહેવાય, બીજું કંઈ નહીં. એમ પાપ જાણી રાત્રિભોજન ન કરો પણ સોગન નહીં લઉં, તો કંઈક ગોટાળો છે. સહી ન આપે તે ઈમાનદાર ન ગણાય. તેમ જેઓ પાપ નથી કરતાં છતાં પાપના પચ્ચખાણ ન લે, તે શ્રદ્ધાવાળા કેટલા? હજુ સુધી એ શ્રદ્ધા ચોટી નથી કે પાપ ન કરીએ છતાં પચ્ચખાણ ન કરીએ તો પાપના ભાગી બનીએ છીએ. આ સિધ્ધાંત માત્ર એક જૈન દર્શન જ માને છે, તે સિવાય બીજા દર્શનકારો તેવી માન્યતા ધરાવતા નથી. પણ આ વાત બેસતી નથી : પાપ સંબંધી વિચાર ઉચ્ચાર પ્રવૃત્તિ નથી તો પાપ શી રીતે લાગે? એનાર્કોસ્ટની ટોળીમાં નામ નોંધાવી ઘરે બેસે, સભામાં ભલે ન જાય, તેના કાર્ય ન કરે, પણ ટીમમાં નામ નીકળે ત્યારે પકડાય છે કે નહીં? રાજીનામું હોય તો ન પકડાય. ગુનેગારની ટોળીમાંથી રાજીનામાથી જ બચી શકે. આ જીવ અગર પાપ સ્થાનકની ટોળીમાં ભળેલો છે, તેમાંથી રાજીનામું ન આપે તો પાપથી બચી ન શકે. શ્રમણ ભગવાન મહાવીર પણ ટોળીમાં ભળેલા છે. તે પણ તેમાંથી રાજીનામું ન આપે તો પાપથી બચી ન શકે. શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા લે છે. ઘરથી નીકળી સાધુપણું લીધું. ઘરથી નીકળી એમ કહેવાની જરૂર શી? તેમાં રાજીનામું છે. પાપસ્થાનકની ટુકડીમાંથી રાજીનામું દીધા સિવાય નિરગુનેગાર થઈ શકે નહીં.
ગુનેગારનું દૃષ્ટાંત વિચારો. (અવિરતિ આત્મા)
એક ખૂની કોઇનું ખૂન કરવા નીકળ્યો. સાંજ પડી ઊંધી ગયો. તે વખતે મારવા સંબંધી કાયા વચન મનની પ્રવૃત્તિ નથી તો તે પુરૂષ ઊંઘમાં પ્રમાણિક ગણવો? એ જગ્યાએ બીજો એક મારવા જ નીકળ્યો. મન પાછું વળ્યું. રાજા ગામ દેશ આપશે, અંતે મેળવી મેલી મરી જવાનું તો મારી ને નકામું દુર્ગતિએ જવાનું. આપણે સવારે પાછા જઇશું. આ વખતે ઊંઘમાં છે. તેને બેઇમાન ગણશું? બંનેના યોગો પ્રવૃત્તિ કરતા નથી. છતાં એક ગુનેગાર ને બીજો બિનગુનેગાર. તેમ આ જીવ અવિરતિનો વિચાર પલટી જેટલો કાળ રહે તે પાપ વગરનો. માટે અવિરતિમાં આપણે પાપ માન્યું. બીજાએ માત્ર યોગમાં પાપ માન્યું.
યોગ wતાં ક્ષાયો વધુ ભયંક્ર.
યોગ કરતાં કષાયમાં કર્મબંધ વધારે, ક્યારેક બચાવને માટે કરતો હોય તો તેમાંથી મરી જાય છે. માંકડ મરી જશે એમ ધારી લેવા (બચાવવા) જઇએ ને મરી જાય, તો યોગથી હિંસા થઇ, કાયાથી હિંસા થઈ છતાં કષાયમાં પરિણતી નથી. તેથી હિંસા તેટલી Cres uske
dinge AB 13