________________
- મુખ શરીર વગર ન હોય. શરીર કર્મ વગર ન હોય. બતાવનારને છેવટે કર્મવાળો માન્યા સિવાય છૂટકો નથી. વચનદ્વારા બતાવ્યો, તો વચન મુખ શરીર કર્મ અનુક્રમે હતા. કહેવાતા નૈયાયિકો પણ ન્યાયનું મીંડું. નૈયાયિકોએ છેવટે હારીને શરીર કર્મને આધારે માનવું પડ્યું. જગત ને ફળ શરીર ઇશ્વરને વળગાડ્યું. “ખાય ભીમ ને હગે મામા શકુની કર્મ કરે જગત ને ફળ શરીર ઇશ્વરને ગળે વળગે. બતાવનારને ન માને. શરીરવાળાને સર્વજ્ઞ માને, તેથી જગતના તમામ ધર્મો દલાલોના છે, માલિકના નથી. વિચારો ! મુસલમાન શું કહે છે. ઇશ્વરે પયગંબર સાથે પેગામ મોકલ્યા. સંદેશો પયગમ્બરે આપ્યો. આપણી પાસે વચન પરમેશ્વરનું નહીં પણ પયગંબરનું. પયગંબરના ભરોસે માનવાનું. ક્રાઈસ્ટ પણ તેમજ. બીજામાં જે કોઈ ઋષિઓએ પરમેશ્વરનું જ્ઞાન આપ્યું તે તો પરમેશ્વર નથી. ઋષિના ભરોસે પરમેશ્વર માનવાના, નિરંજન નિરાકાર ઈશ્વર માનવા પડે. મહાત્મા કે ઋષિ જેવો કહે તેવો ઇશ્વર માનવાનો. પરમેશ્વરનું શાસ્ત્ર જૈન સિવાય બીજે ઘટે નહીં. પરમેશ્વરના દલાલો વચન દાખલ કરે. સાક્ષાત્ વચનનો સંબંધ નથી. તે સાક્ષાત્ સંબંધ માત્ર જૈનોને છે. જેનો અનાદિ માનતા હોવાથી આગળ આગળથી જીવો ઉચ્ચ સ્થિતિ પામતા જાય. શુધ્ધ, શુધ્ધતર, શુધ્ધતમ થતા જાય. સાક્ષાત્ પરમેશ્વરનું વચન સાંભળવાનું નસીબ માત્ર જૈનોને છે, બીજાને નથી. જિનેશ્વરે બતાવેલો ધર્મ તે જૈન ધર્મ. મનુનો કર્તા ધર્મ તે માનવ. ઉક્તાર્થમાં પ્રત્યય ધર્મ લાવે છે. જિનેશ્વરે કહેલો ધર્મ તે જૈન ધર્મ. વિષ્ણુએ કહેલો ધર્મ તે વૈષ્ણવ. શિવે કહેલો ધર્મ તે શૈવ. શિવ વિષ્ણુ ને ઈશ્વર માનતા નિરંજન નિરાકારપણું ઉડી જાય છે. ધર્માધર્મો વિના. ચાહે ધર્મ, ચાહે અધર્મ હોયા વિના શરીર બંધાતું નથી. તચ્છાતાઃ પરે કર્થ ? શરીર ન હોયતો મોટું ક્યાંથી? જો માં નથી તો બોલવાનું ક્યાંથી હોય? જો બોલવાનું ન હોય તો શાસ્ત્રકાર બનાય શી રીતે ? શાસ્ત્ર બનાવવાવાળા સર્વજ્ઞ માનીએ તો અનાદિ માન્યા સિવાય છૂટકો નથી. બીજાને દલાલના ધંધા ઉભા કરવા પડે. અહીં આખી તત્ત્વ દૃષ્ટિ પલટાઈ ગઈ. જો અનાદિથી જીવ કર્મ સાથે બંધાયેલો માનીએ તો જ સંસારને અનાદિ માની શકે. અનાદિનો સંસાર ક્યારે માની શકાય? બંધના કારણો માનવા જોઇએ. જો દુનિયાદારીની સ્થિતિ લઇએ તો બધા જીવો પાપની ક્રિયામાં પ્રવર્તનારા હતા તે બને નહીં તો પછી કરશે તેજ ભરશે, તે મુદ્દો ક્યાં રહે?
ધર્મમાં અનાદિની માન્યતા, કોર્ટમાં પ્રતિજ્ઞા જરૂરી.
અનાદિ સિધ્ધાંત ક્યારે બેસે ? એ માન્યતા રહે કે જે પાપ કરવાનો તે તો | ભોગવવાનો. પણ અનુમોદન આપનારો કે સામેલ થનારો પણ પાપ ભોગવનારો જરૂર, પણ કોર્ટમાં જેમ પ્રતિજ્ઞા ન કરે એટલે દફતરમાં એક શબ્દ ન પડે. પ્રતિજ્ઞા કર્યા પછી જ
અષ્ટપ્રક્રણ
( ૧૬ )