________________
'વ્યાખ્યાd - 8
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
જિનેશ્વર ધર્મ બનાવનારા નથી, બતાવનાર છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટક પ્રકરણ રચતાં થકાં આગળ જણાવી ગયા કે સંસારમાં કે જગતમાં જે જે ધર્મો છે તે તે તેના પ્રવર્તકના નામે જાહેર થયાં છે. જૈન ધર્મ પણ પ્રવર્તકના નામે થયેલો ગણાય. જિનેશ્વરે કહેલો ધર્મ તે જૈન ધર્મ. જિનેશ્વરે બનાવેલો ધર્મ એમ આપણે કહેતા નથી. બીજાએ પોત પોતના દેવોને જગતમાં આદિ કરનાર તરીકે માનેલા છે. જૈન ધર્મીઓએ જિનનો બનાવેલો ધર્મ નહીં, પણ કહેલો – બતાવેલો ધર્મ. ધર્મ બતાવવામાં વસ્તુ પહેલાની હોય. તેથી જ જિનેશ્વરો થઈ શક્યા. ધર્મ જેવી ચીજ ન હોત તો જિનેશ્વરને થવાનો વખત ન આવત. જિનેશ્વર જિન નામકર્મ બાંધી કેમ શક્યાં? જૈન ધર્મની હયાતી હતી તો જિન થઈ શક્યા. પોતાને તરવાની ભાવના ન આવી હોત તો બીજાને તારવાનો વખત જ કયાંથી આવતે? આ માટે જ જૈન ધર્મ અનાદિ માનવો પડે છે. તેથી જ જિનેશ્વરે બતાવેલો કે કહેલો તે જૈન ધર્મ કહીએ છીએ. અહીં બીજા મતવાળાને મુશ્કેલી છે. બતાવાય કઈ ચીજ? પહેલાની જે ચીજ હયાત હોય તે જ બતાવાય. હયાત ન હોય ને બતાવે તો તે ઈંદ્ર જાળીયો કહેવાય. સાચા પદાર્થ દેખાડનારા વિદ્યમાન પદાર્થને દેખાડે. ધર્મ વિદ્યમાન હોય તે દેખાતો બંધ થયો હોય તો દેખાડે. બતાડનાર શી રીતે પોતે બન્યો? પોતાની મેળે બતાવનાર થઇ જાય તો જગત પણ પોતાની મેળે દેખનાર થશે. તો તેને બતાવવાની જરૂર શી? પોતે જોયું હતું તે કોઇના બતાવવાથી જોયું હતું?
ધર્મ બતાવવા શરીર જરૂરી.
આગળ જાય ત્યારે, મહાવીર મહારાજાએ જે ધર્મ બતાવ્યો તે ઋષભદેવ ભગવાને બતાવ્યો. શ્રીઋષભદેવજીએ ધનાસાર્થવાહના ભવમાં ધર્મઘોષ સૂરિ પાસેથી દેખ્યો. ધર્મ બનાવ્યો એમ માને તો ધર્મ બનાવનારે ધર્મ દેખ્યો ન હતો. બીજા પણ તેવા બનાવનાર થાય. ધર્મ બતાવનાર થવું તે બને? જ્યારે શરીરવાળો પોતે હોય. શરીર વગરનાને બતાવવાપણું મળે જ નહીં. ધર્મ બતાવવો વચન વગર ન હોય, વચન મુખ વગર ન હોય
૧૫
શાકને કડક કે માન:04. મકા,કાક. }, { HRA BH: !Bર ય],F
S
TUDE,
IIIM
BI[E BY|: KHIR !.JETH 11 11 ref'sgFh;a:11: